ખુશખબર: આજથી 25 નવેમ્બર સુધી તમામ ઐતિહાસિક સ્મારકોમાં એન્ટ્રી ફ્રી, તાજમહેલ જોવા પણ નહીં આપવા પડે પૈસા

ખુશખબર: આજથી 25 નવેમ્બર સુધી તમામ ઐતિહાસિક સ્મારકોમાં એન્ટ્રી ફ્રી, તાજમહેલ જોવા પણ નહીં આપવા પડે પૈસા

ભારતમાં 19 નવેમ્બરથી વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે કે "19 નવેમ્બરે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સ્મારકો એટલે કે ઐતિહાસિક સ્થળોએ તાજમહેલમાં વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆતના અવસરે બધા માટે પ્રવેશ મફત રહેશે."

પુરાતત્વ વિભાગે આપી જાણકારી
આગરામાં તાજમહેલ સહિત કોઈપણ પુરાતત્વીય સ્મારકો માટે કોઈ પ્રવેશ ફી લેવામાં આવશે નહીં. ASIએ વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે શુક્રવારે સાંજે ટ્વીટ કર્યું, "19મી નવેમ્બરે વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત નિમિત્તે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણના સ્મારકોમાં પ્રવેશ મફત રહેશે.

આગરા અને અન્ય સ્થળોએ ફ્રી એન્ટ્રી ઉપલબ્ધ રહેશે
ASI ના અધિક્ષક પુરાતત્વવિદ્ (આગ્રા સર્કલ) રાજ કુમાર પટેલે જણાવ્યું હતું કે, "પ્રવાસીઓ - ભારતીય અને વિદેશી નાગરિકોને તાજમહેલ, આગ્રાનો કિલ્લો, ફતેહપુર સિકરી અને અન્ય ASI-સંરક્ષિત સ્મારકોમાં 19 નવેમ્બરે મફત પ્રવેશ આપવામાં આવશે.

તાજમહેલની કબર પર જવા માટે ટિકિટ ખરીદવી પડશે
જોકે ડિરેક્ટરે ધ્યાન દોર્યું હતું કે "તાજમહેલમાં પ્રવેશ મફત છે, પ્રવાસીઓએ સ્મારકની અંદરના મુખ્ય કબરની મુલાકાત લેવા માટે 200 રૂપિયાની ટિકિટ ખરીદવી પડશે, જે મફત નથી.

19-25 નવેમ્બર દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે વર્લ્ડ હેરિટેજ વીક દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ વીક દરમિયાન સ્મારકો પર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વર્લ્ડ હેરિટેજ કન્વેન્શનની ભાવનાની ઉજવણી કરવા માટે ભારત દર વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે (18 એપ્રિલ) અને વર્લ્ડ હેરિટેજ વીક (19-25 નવેમ્બર)નું આયોજન કરે છે. તેમાં ટિકિટવાળા સ્મારકોમાં મફત પ્રવેશ, વર્લ્ડ હેરિટેજ પરના પુસ્તકોનું પ્રકાશન, ચિત્ર સ્પર્ધાઓ અને બાળકો માટે પ્રવાસનો સમાવેશ થાય છે.

જાણો આ દિવસની ઉજવણીનો હેતુ
ઉલ્લેખનીય છે કે યુનેસ્કોના સભ્ય દેશોએ 1972માં વર્લ્ડ હેરિટેજ કન્વેન્શનને અપનાવ્યું હતું. 191 રાજ્ય પક્ષોએ ભારત સહિત વિશ્વ ધરોહર સંમેલનને બહાલી આપી છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ વિશ્વના તમામ લોકોની છે, પછી ભલે તે ક્યાંય પણ સ્થિત હોય.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow