⚡ 2024 લોકસભા ચૂંટણી માટે ભાજપનું મિશન દક્ષિણ: દક્ષિણના 5 રાજ્યોમાં 129 બેઠકો પર ભાજપની નજર; તેલંગાણામાં કપરા ચઢાણ

⚡ 2024 લોકસભા ચૂંટણી માટે ભાજપનું મિશન દક્ષિણ: દક્ષિણના 5 રાજ્યોમાં 129 બેઠકો પર ભાજપની નજર; તેલંગાણામાં કપરા ચઢાણ
BJP

ભાજપે 2024ના ચૂંટણી જંગ માટે દક્ષિણના પાંચ રાજ્યોમાં પોતાની કમર કસી છે. કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર અને તમિલનાડુમાં લોકસભાની 129 બેઠકો છે. ભાજપ અહીં સંઘની પૃષ્ઠભૂમિના ચહેરાઓ, પરંપરાગત વંશવાદી પક્ષોના અસંતુષ્ટ નેતાઓને સાથે લેવાની સાથે વિવિધ ક્ષેત્રોમાં સક્રિય બિનરાજકીય પ્રતિભાઓની લોકપ્રિયતાનો લાભ લેવાની વ્યૂહરચના ઘડાઈ રહી છે. ભાજપની હૈદરાબાદમાં યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મિશન દક્ષિણનો રોડમેપ નક્કી કરવામાં આવ્યો હતો.

દક્ષિણના રાજ્યો માટે ભાજપે બનાવ્યો નવો પ્લાન

ભાજપ 2018માં વિધાનસભાની ચૂંટણીમાં તેલંગાણામાં એક સીટ જીત્યું હતુ અને વોટ શેર 7% હતુ. જ્યારે 2019ની સામાન્ય ચૂંટણીમાં પાર્ટીએ લોકસભા બેઠકો જીતી અને વોટ શેર વધીને 19.7% થયો. 2016ની હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ પાસે 4 બેઠકો હતી, જે 2020માં વધીને 48 થઈ ગઈ. બીજેપી અને ટીઆરએસ 35 ટકા વોટ સાથે બરાબર પર રહી હતી.

2017ની ઓડિશા કાર્યકારિણીમાં ભાજપે મિશન કોરોમંડલ ઈસ્ટ ઈન્ડિયામાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. બંગાળ અને ઓડિશાને અલગ કરાયા છે. બાકી દરિયાકાંઠાના વિસ્તારોમાં વિસ્તરણ માટે ક્લસ્ટર યોજનાઓ બનાવવામાં આવી છે. ઈસ્ટ ઈન્ડિયા પ્લાનમાં 80 સીટો જીતવાનો ટાર્ગેટ હતો, પરંતુ 2019માં ભાજપને 105માંથી માત્ર 30 સીટો મળી હતી. આથી ભાજપે દક્ષિણ માટે નવી યોજના પર કામ શરૂ કરી દીધું છે.

તેલંગાણામાં સૌથી મુશ્કેલ લડાઈ

ભાજપ માટે દક્ષિણમાં સૌથી મહત્વપૂર્ણ યુદ્ધક્ષેત્ર તેલંગાણા છે, જ્યાં પાર્ટી છેલ્લા ત્રણ વર્ષથી સખત મહેનત કરી રહી છે. તેલંગાણામાં ટી.આર.એસથી અલગ થયેલા અટલા રાજેન્દ્રએ ભાજપ વતી બાગડોર સંભાળી છે. પાર્ટીનું ફોકસ 19 SC અને 12 ST સીટો પર છે. રાજ્યની દરેક વિધાનસભા મતવિસ્તારમાં કેન્દ્રીય મંત્રીઓની મુલાકાતો લેવામાં આવી છે. ગૃહમંત્રી શાહ શનિવારે હૈદરાબાદમાં હતા.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow