દુબઇની ફંડામેન્ટલ હોસ્પિટાલિટી લંડન, મિયામી અને માર્બેલામાં 18 રેસ્ટોરન્ટ્સ ખોલશે‎

દુબઇની ફંડામેન્ટલ હોસ્પિટાલિટી લંડન, મિયામી અને માર્બેલામાં 18 રેસ્ટોરન્ટ્સ ખોલશે‎

દુબઇ એક સમયે એવું શહેર હતું, જ્યાં‎દુનિયાના બીજા હિસ્સામાંથી‎રેસ્ટોરન્ટ્સ ઇમ્પોર્ટ કરવામાં આવતા‎હતા. એટલે કે અહીં પોતાનું કોઇ‎પ્રસિદ્ધ સ્વાદ અથવા વિશેષ વ્યંજનો‎ધરાવતું રેસ્ટોરન્ટ ન હતું. પરંતુ હવે‎દુબઇની સ્થાનિક રેસ્ટોરન્ટ બ્રાન્ડ‎બીજા દેશો અને શહેરોમાં વિસ્તરણ‎કરી રહી છે. જેમ જેમ વિસ્તારનો‎હોસ્પિટાલિટી બિઝનેસ વધી રહ્યો છે.‎ફાસ્ટ કેઝ્યુઅલથી લઇને ફાઇન‎ડાઇનિંગ સુધી, અમીરાતના કેટલાક‎મશહૂર રેસ્ટોરન્ટ્સ દુનિયાભરમાં હવે‎વિસ્તરણ કરી રહ્યાં છે. દુબઇની‎ફંડામેન્ટલ હોસ્પિટાલિટી વર્ષ 2024‎સુધી લંડન, મિયામી અને માર્બેલા‎(સ્પેન) જેવા ડઝનથી વધુ લોકેશનમાં‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎18 રેસ્ટોરન્ટ્સ અને ક્લબ‎કોન્સેપ્ટ્સના વિસ્તાર પર 140‎મિલિયન ડોલર (અંદાજે 1,165 કરોડ‎રૂપિયા) ખર્ચ કરશે. કિનોયા નામનું‎રેસ્ટોરન્ટ લંડનના માર્કેટમાં પ્રવેશ‎કરવા જઇ રહ્યું છે. બીજી તરફ આ જ‎વર્ષના ડિસેમ્બર સુધી બે મિશનિલ‎સ્ટાર હાંસલ કરનાર ટ્રેસિંડ સ્ટૂડિયો‎નામનું રેસ્ટોરન્ટ, અનેક ભારતીય‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎શહેરોમાં બ્રાન્ચ ખોલવાની તૈયારી‎કરી રહ્યું છે. દુબઇના સનસેટ‎હોસ્પિટાલિટી ગ્રુપના સીઇઓ‎એન્ટોનિયો ગોન્ઝાલેઝ કહે છે કે,‎“લાંબા સમય સુધી દુબઇમાં પ્રોપર્ટીના‎માલિક પ્રખ્યાત ઇન્ટરનેશનલ‎રેસ્ટોરન્ટ્સને જ જગ્યા આપે છે.‎તેમના માટે કોઇ સ્થાનિક રેસ્ટોરન્ટનો‎આઇડિયા કોઇ ફાયદાનો સોદો‎લાગતો નથી. પરંતુ હવે સ્થિતિ‎બદલાઇ છે. દુબઇમાં વિદેશી બ્રાન્ડને‎બોલાવવાને બદલે અહીંની બ્રાન્ડ્સ‎બીજા દેશોમાં વિસ્તરણ કરી રહી છે.‎

કિનોયાની શરૂઆત કરનારી શેફ‎નેહા મિશ્રાએ વર્ષ 2018માં જ ઘરમાં‎જ સપર ક્લબની શરૂઆત કરી હતી.‎6,000થી વધુ મુલાકાતીઓને સર્વિસ‎આપ્યા બાદ તેઓએ રેસ્ટોરન્ટ ખોલ્યું.‎રસપ્રદ વાત એ છે કે 2022માં તેને‎મિડલ ઇસ્ટ નોર્થ આફ્રિકાના 50 શ્રેષ્ઠ‎રેસ્ટોરન્ટ્સમાં સામેલ કરાયું હતું.‎વાસ્તવમાં દુબઇને હવે એક અસ્થાયી‎શહેર તરીકે જોવામાં આવતું નથી,‎જ્યાં પ્રવાસીઓ ત્રણ વર્ષ માટે આવશે,‎ટેક્સ ફ્રી પૈસા કમાશે અને પરત ફરશે.‎અહીં આવતા, લાંબા સમય સુધી‎રહેતા અને વસવાટ કરતા લોકોની‎સંખ્યા સતત વધી રહી છે.‎

Read more

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

અલ્બેનિયન વડાપ્રધાન એડી રામાએ ફરી એક વખત તેમના શાનદાર અંદાજથી લોકોનાં દિલ જીતી લીધાં છે. રોમમાં યુક્રેન રિકવરી કોન્ફરન્સમાં એડી રામા અને ઈટા

By Gujaratnow