સિટીગ્રુપે ત્રીજા ક્વાર્ટરમાં 2,000 કર્મચારીઓની છટણી કરી

સિટીગ્રુપે ત્રીજા ક્વાર્ટરમાં 2,000 કર્મચારીઓની છટણી કરી

સિટીગ્રુપે ત્રીજા ક્વાર્ટર (Q3)માં તેના 2,000 કર્મચારીઓને છૂટા કર્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ છટણીને કારણે, કંપનીના વર્ષ માટે કુલ સેવરેંસ ચાર્જ (બરતરફીની કિંમત) વધીને 650 મિલિયન ડોલર એટલે કે 5,413 કરોડ રૂપિયા થઈ ગયા છે.

સિટીગ્રુપે આ વર્ષે કુલ 7,000ને નોકરીઓમાંથી છૂટા કર્યા
સિટીગ્રુપના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર માર્ક મેસને વિશ્લેષકો સાથે કોન્ફરન્સ કોલ પર અર્નિંગ્સ પર ચર્ચા કરતાં જણાવ્યું હતું કે કંપનીએ આ વર્ષે કુલ 7,000 નોકરીઓમાં કાપ મૂક્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જૂનના અંતમાં નોંધાયેલા અગાઉના કુલ સેવરેંસ ચાર્જ 450 મિલિયન ડોલર એટલે કે રૂ. 3,747 કરોડ હતા, જે લગભગ 5,000 નોકરીઓમાં કાપ માટે હતા.

કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે રિપોઝિશનિંગ ચાર્જિસ
મેસને એમ પણ કહ્યું કે કંપનીમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનું કારણ રિપોઝિશનિંગ ચાર્જિસ છે. સિટીગ્રુપે ગયા મહિને જાહેરાત કરી હતી કે કંપની રિસ્ટ્રક્ચરરિંગ કરશે, ફર્મને પાંચ મુખ્ય વ્યવસાયો પર ફરીથી ફોકસ કરશે.

રિસ્ટ્રક્ચરરિંગથી ​​​​​​​​​​​​ નોકરીમાં ઘટાડો થશે
અહેવાલ મુજબ, જૂથે કહ્યું છે કે રિસ્ટ્રક્ચરરિંગથી​​​​​​​ ​​​​​​​​​​​​ નોકરીમાં ઘટાડો થશે, પરંતુ કંપનીએ હજુ સુધી સંખ્યા જાહેર કરી નથી. કાપ છતાં, કંપનીના કુલ 2,40,000 કર્મચારીઓની સંખ્યા છેલ્લા ચાર ક્વાર્ટરમાં સ્થિર રહી છે. કંપનીએ તાજેતરમાં કેટલાક ટેક્નોલોજી સ્ટાફ અને અન્ય કર્મચારીઓને જોડેયા છે.

Read more

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

અલ્બેનિયન વડાપ્રધાન એડી રામાએ ફરી એક વખત તેમના શાનદાર અંદાજથી લોકોનાં દિલ જીતી લીધાં છે. રોમમાં યુક્રેન રિકવરી કોન્ફરન્સમાં એડી રામા અને ઈટા

By Gujaratnow