સાવધાન! શું તમે પણ લેપટોપને ખોળામાં રાખીને કામ કરો છો? આવી બીમારીઓથી ઘેરાઈ શકે છે શરીર

સાવધાન! શું તમે પણ લેપટોપને ખોળામાં રાખીને કામ કરો છો? આવી બીમારીઓથી ઘેરાઈ શકે છે શરીર

કોરોનાકાળ પછી પછી દેશમાં ઘરેથી કામ કરવાનું એટલે કે વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યું છે. જો કે  આ વર્ક કલ્ચરે લોકોને અનેક સુવિધાઓ આપી છે પણ બીજી તરફ તેના કારણે મોટાભાગના લોકો સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓની ઝપેટમાં આવી ગયા છે. વર્ક ફ્રોમ હોમના કારણે લોકોને ઘણીવાર લેપટોપ પર લાંબા સમય સુધી બેસીને કામ કરવું પડે છે. અને વધુ પડતાં લોકો લેપટોપને ખોળામાં લઈને પણ કામ કરવા લાગે છે. જો કે આમ કરવાથી લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે. જણાવી દઈએ કે લેપટોપમાંથી નીકળતી ગરમી આપણી ત્વચા અને આંતરિક પેશીઓને નુકસાન પહોંચાડે છે, જેના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. આજે તમને જણાવશું કે લેપટોપને ખોળામાં રાખીને કામ કરતી વખતે તમને કઈ-કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

પુરુષોમાં ઇનફર્ટિલિટીનું જોખમ વધે
સ્ત્રીઓ કરતાં પુરુષો લેપટોપની ગરમીથી વધુ પ્રભાવિત થાય છે. ખરેખર સ્ત્રીઓનું ગર્ભાશય શરીરની અંદર હોય છે અને પુરુષોમાં અંડકોષ શરીરના બહારના ભાગમાં હોય છે અને લેપટોપમાંથી નીકળતી ગરમીનું કિરણો વધુ નજીક રહે છે અને વધારે તાપમાનના કારણે પુરૂષોના શુક્રાણુઓની ગુણવત્તા નબળી પડવા લાગે છે. આ કારણે તેના કારણે પ્રજનન ક્ષમતામાં સમસ્યા આવી શકે છે. એટલા માટે ખાસ કરીને પુરુષોએ લેપટોપનો ઉપયોગ ખોળામાં રાખીને ન કરવો જોઈએ.

રેડિયેશન ફેલાય છે
જો તમે તમારા ખોળામાં લેપટોપ રાખીને કામ કરો છો તો તમને ગંભીર માથાનો દુખાવો પણ થઈ શકે છે. લેપટોપમાંથી નીકળતી ગરમી ઓછી ફ્રિકવન્સી રેડિયેશનનું ઉત્સર્જન કરે છે અને તે બ્લૂટૂથ કનેક્શન દ્વારા જ બહાર આવે છે જે તમને બીમાર બનાવી શકે છે.

સ્નાયુઓમાં અસહ્ય દુખાવો થઈ શકે
લેપટોપનો ઉપયોગ કરતી વખતે લોકો મોટાભાગે તેમના પગ ઓળંગીને બેસી જાય છે અને એ કારણે લેપટોપનું રેડિયેશન સીધું શરીર પર પડે છે. જેના કારણે શરીરમાં દુખાવો થવા લાગે છે. આ ઉપરાંત લેપટોપનો સતત ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણકે આનાથી સ્નાયુઓમાં દુખાવો થઈ શકે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow