પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધી શકે? તેલ કંપનીઓના કરોડોના નુકસાનના આંકડા ચિંતાજનક, કેવી રીતે પૂરાશે ખાડો

પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધી શકે? તેલ કંપનીઓના કરોડોના નુકસાનના આંકડા ચિંતાજનક, કેવી રીતે પૂરાશે ખાડો

ઓઈલ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પેટ્રોલ, ડીઝલ અને સ્થાનિક એલપીજીના ભાવમાં થયેલા નુકસાનને કારણે આ નુકસાન વધ્યું છે. વિદેશી બજારમાં કિંમતોમાં તેજી વચ્ચે સ્થિર છૂટક કિંમતોને કારણે કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. શું દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધાના છે? આ જણાવી રહ્યાં પરંતુ જે રીતે તેલ કંપનીઓને સતત નુકસાનમાં ચાલી રહી છે તેના પરથી સંકેતો મળી રહ્યા છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ IOC, BPCL અને HPCLને જુલાઈ-સપ્ટેમ્બરમાં રૂ. 2,748.66 કરોડનું નુકસાન થયાની માહિતી મળી છે. આ સતત બીજું ક્વાર્ટર છે જ્યારે કંપનીઓને નુકસાન થયું છે.

રૂ. 272.35 કરોડની ખોટ
શેરબજારોને આપવામાં આવેલી માહિતીમાં તેલ કંપનીઓએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નુકસાનના આંકડા આપ્યા છે. આ મુજબ IOCએ 29 ઓક્ટોબરના રોજ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 272.35 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી બતાવી છે જે નાણાકીય FY23 એટલે કે, નાણાકીય વર્ષ 2022-23ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં IOCને રૂ. 1,992.53 કરોડની ખોટ કરી હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ એલપીજી નીચી કિંમતે વેચી નુકસાન ભોગવ્યું છે.  

HPCL ફરી નુકસાન
3 નવેમ્બર, 2022ના રોજ HPCLએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં રૂ. 2,172.14 કરોડની ખોટ નોંધાવી છે. જે એપ્રિલ-જૂનમાં રૂ. 10,196.94 કરોડની અત્યાર સુધીની સૌથી વધુ ત્રિમાસિક ખોટ નોંધવામાં આવી છે. આ સિવાય ત્રીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની BPCLની ખોટ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 304.17 કરોડ હતી તેમજ તેને પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 6,263.05 કરોડની ખોટ હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર
તેલ કંપનીઓને થઈ રહેલા ભારે નુકસાનનું સૌથી મોટું કારણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લાંબા સમયથી સ્થિર હોવાનું માનવામાં આવે છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ સતત સાત મહિનાથી ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

22000 કરોડની સબસિડી
કંપનીઓને છેલ્લા બે વર્ષમાં ઓછી કિંમતે LPG વેચવાથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આપવામાં સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી હતી, સરકાર દ્વારા 22,000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી, પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાથી જે નુકસાન થયું તેની ભરપાઈ કરવામાં નિષ્ફળ જ રહી. IOCને છેલ્લા ક્વાર્ટરના અંતે LPG સબસિડી તરીકે રૂ. 10,800 કરોડ મળ્યા હતા. જ્યારે HPCLને રૂ. 5,617 કરોડ અને BPCLને રૂ. 5,582 કરોડ મળ્યા હતા.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow