શું તમે પણ છો સ્લો ઇન્ટરનેટથી પરેશાન? તો આજે જ મોબાઇલમાં ફોલો કરો આ ટિપ્સ, સ્પીડ થઇ જશે ડબલ

શું તમે પણ છો સ્લો ઇન્ટરનેટથી પરેશાન? તો આજે જ મોબાઇલમાં ફોલો કરો આ ટિપ્સ, સ્પીડ થઇ જશે ડબલ

સ્લો ઈન્ટરનેટ એ સૌથી કંટાળાજનક પરિસ્થિતિમાંથી એક છે. તેને કારણે પહેલા તો કોઈ પણ યુઝરનું કામ અટકી જાય છે. બીજી તરફ વ્યક્તિ છેતરાતો હોય એવું પણ અનુભવે છે કારણ કે એ વ્યક્તિએ તે હાઇ-સ્પીડ ડેટા માટે નોંધપાત્ર રકમ ખર્ચી હોય છે. શું તમને પણ એવું લાગે છે કે તમારા સ્માર્ટફોનમાં એ ઈન્ટરનેટ સ્પીડ ધીમી છે? તો આ સમાચાર તમારા કામના છે.

જણાવી દઈએ કે આ જેટલી લાગી રહી છે એટલું મોટી સમસ્યા નથી. સ્લો ઈન્ટરનેટની સમસ્યાને તમે તેને ખૂબ જ સરળતાથી ઠીક કરી શકો છો. જો કે આ માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. સ્માર્ટફોન યુઝર્સ હંમેશા એમના ઈન્ટરનેટ સ્પીડ વધારવા માટે ટિપ્સ શોધતા રહે છે અને એવામાં એવો પણ વિચાર આવે છે કે શા માટે Wi-Fi પર સ્વિચ કરી જવું જોઈએ જેમાં ફાસ્ટ ઈન્ટરનેટ અને સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ મળી રહે છે પણ આટલું મોટું પગલું ભરતા પહેલા તમારે ફોનમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને સ્લો ઈન્ટરનેટ સાથે જોડાયેલી કેટલીક મહત્વની બાબતો જણાવવા જઈ રહ્યા છીએ.

તમારો ફોન સ્લો કેમ છે?
આવા સમયે ઘણી વખત એવું પણ લાગે છે કે આપણો સ્માર્ટફોન કે લેપટોપ સ્લો કામ કરી રહ્યું છે પણએવું નથી હોતું તેની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેટ હોય છે. સ્લો સ્પીડના ઘણા કારણ હોય છે ઉદાહરણ તરીકે તમે ઘણી એપ્સ ખોલી છે, જે બેકગ્રાઉન્ડમાં કામ કરતી હોય છે અને આ કારણે ફોનની સ્પીડ પર પણ ઘણી અસર થાય છે. બીજું કારણ ખરાબ કનેક્શન પણ હોઈ શકે છે. જો એવા વિસ્તારમાં રહો છો જ્યાં સેલ ટાવરની સંખ્યા ઓછી છે પણ યુઝર્સ ઘણા વધારે છે તો એ સમયે વીક કનેક્શન મળે છે. આ સિવાય તમારા ફોનનું સેટિંગ પણ તમારા સ્લો ઈન્ટરનેટનું કારણ બની શકે છે. ઘણી વખત એવું બને છે કે સ્માર્ટફોનમાં સેટિંગ ગડબડ થઈ જતી હોય છે અને એ કારણે ઈન્ટરનેટ સ્પીડ પ્રભાવિત થાય છે. જો કે ફોન સેટિંગ્સમાં કેટલાક ફેરફારો કરીને ઇન્ટરનેટની સ્પીડ વધારી શકો છો.

કેવી રીતે વધશે ફોનમાં ઈન્ટરનેટ સ્પીડ
ફોનમાં ઈન્ટરનેટ સ્પીડ વધારવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. જેમાં સૌથી પહેલા તમારે ફોનની કેશ સાફ કરવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે જ્યારે પણ કેશ મેમરી ભરાઈ જાય છે ત્યારે ફોન ધીમો થઈ જાય છે. એટલા માટે સ્માર્ટફોન યુઝરને દર થોડા દિવસે કેશ ક્લિયર કરતા રહેવું જોઈએ અને આ ટ્રિક અપનાવીને તમે તમારા મોબાઈલની ઈન્ટરનેટ સ્પીડ વધારી શકો છો. આ સિવાય જો તમે જરૂરિયાત કરતાં વધુ એપ્સ ખૂલી રાખી હોય તો તમારે તે બધી જ એપ્સ બંધ કરી દેવી જોઈએ. જણાવી દઈએ કે આ એપ્સ બેકગ્રાઉન્ડમાં કામ કરતી હોવાથી તે ઇન્ટરનેટનો ઉપયોગ કરતી રહે છે અને એ જ કારણે ઈન્ટરનેટની સ્પીડ ધીમી થઈ જાય છે.

સેટિંગને કરો રીસેટ
ઈન્ટ‌ઈન્ટરનેટરનેટ સ્પીડ વધારવા માટે સ્માર્ટફોનના સેટિંગને રીસેટ કરીને પણ ઇન્ટરનેટ સ્પીડ વધારી શકો છો. આ માટે ફોનના સેટિંગમાં મોબાઈલ નેટવર્કમાં તમને નેટવર્કનો વિકલ્પ મળી રહેશે. ત્યાં ઓટોમેટિક સેટિંગ બંધ કરીને નેટવર્ક જાતે સેટઅપ કરવું પડશે. આ સિવાય તમે તમારે મોબાઇલ ડેટા/નેટવર્ક વિકલ્પમાં પસંદગીના નેટવર્કમાં શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો પડશે.

ઓટો અપડેટ્સ બંધ કરો
જો ફોનમાં ઓટો-અપડેટ ઓન કર્યું હોય તો તેને સેટિંગ્સમાં જઈને બંધ કરી દેવું જોઈએ એપ્સ ઓટો અપડેટ પર હોવાને કારણે યુઝર્સને ખબર નથી પડતી અને ઈન્ટરનેટની સ્પીડ ઓછી છે.

ફોનને રીસ્ટાર્ટ કરો
આ બધા સિવાય સ્માર્ટફોનને રીસ્ટાર્ટ પણ કરી શકો છો. ફોન રિફ્રેશ થયા પછી કદાચ સારી સ્પીડ મળવા લાગશે. જો આ સેટિંગ્સ પછી પણ નેટવર્ક અથવા સારી કનેક્ટિવિટી નથી મળતી તો  ટેલિકોમ ઓપરેટર તમારા વિસ્તારમાં સારી સેવા પ્રદાન નથી કરી રહ્યા એમ સમજીને તમે આગળ બીજું પગલું ભરી શકો છો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow