કોઈ એપ ડાઉનલોડ કર્યા પછી જો આવા ચાર સાઇન દેખાય તો ફટાફટ કરી દો અનઇન્સ્ટોલ, નહીં તો બની શકો છો છેતરપિંડીના શિકાર

કોઈ એપ ડાઉનલોડ કર્યા પછી જો આવા ચાર સાઇન દેખાય તો ફટાફટ કરી દો અનઇન્સ્ટોલ, નહીં તો બની શકો છો છેતરપિંડીના શિકાર

આજકાલ આપણે બધાએ જોયું હશે કે લગભગ દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન મળી રહે છે અને લોકો પોતાની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરે છે. ભલે તે ઓનલાઈન બેંકિંગ હોય, ગેમ્સ રમવી, ઓનલાઈન ક્લાસ લેવા, પૈસા મોકલવા વગેરે જેવા ઘણા કામ સ્માર્ટફોનની મદદથી પળવારમાં કરી શકાય છે. બસ આ માટે મોબાઈલમાં ઈન્ટરનેટ અને એપ હોવી જોઈએ એવામાં જો આપણે એપ વિશે વાત કરીએ, તો લગભગ દરેક વસ્તુ માટે એક નહીં પણ અનેક એપ ઉપલબ્ધ છે પણ સવાલ એ છે કે આપણે કેમ ખબર પડે કે શું તે નકલી એપ છે કે નહીં? ઘણી વખત એવું બને છે કે લોકો વિચાર્યા વિના તેમના સ્માર્ટફોનમાં નકલી એપ્સ ઇન્સ્ટોલ કરી લે છે અને પછી અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે તમે નકલી એપને ઓળખી શકો છો અને છેતરપિંડીથી બચી શકો છો.

બેટરી
ખાસ ધ્યાન રાખવું પડશે કે મોબાઈલમાં કઈ એપ ઈન્સ્ટોલ કર્યા પછી તમારા મોબાઈલની બેટરી ઝડપથી ઉતરવા લાગી છે. એક વખત એ વાત ઓળખીને તમારે તે એપ્લિકેશનને તરત જ અનઇન્સ્ટોલ કરવી જોઈએ, કારણ કે તે એપમાં વાયરસ હોઈ શકે છે.

નામના અક્ષર
તમે જે પણ એપ ડાઉનલોડ કરી રહ્યા છો અથવા કરેલ છે તેના નામના અક્ષરો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જો એ એપણું નામ વાંચવામાં સારું લાગે છે પરંતુ અક્ષરોમાં કંઈક ખોટું છે તો આવી એપ્લિકેશન ક્યારેય ઇન્સ્ટોલ ન કરતાં, કારણ કે તે એક નકલી એપ્લિકેશન હોય શકે છે જે આંખના પલકારામાં તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.

પરમીશન પર આપો ધ્યાન
જ્યારે તમે સ્માર્ટફોન પર કોઈપણ એક એપ ડાઉનલોડ કરી છે અને ઇન્સ્ટોલેશન સમયે એ એપ તમારી પાસેથી બેંક એકાઉન્ટ, મોબાઈલ નંબર વગેરેની પરવાનગી માંગે છે અને જ્યારે તેનો આ એપ સાથે એ વસ્તુનો કોઈ સંબંધ ન હોય એવા સમયે આવી એપને તમારા સ્માર્ટફોનમાંથી તાત્કાલિક દૂર કરો. નહિંતર તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો.

રેટિંગ્સ અને રિવ્યૂ
જ્યારે પણ તમે પ્લે સ્ટોરમાંથી કોઈ પણ એપ ડાઉનલોડ કરો ત્યારે હંમેશા તેનું રેટિંગ અને રિવ્યુ ખાસ વાંચવા જોઈએ. રેટિંગ્સ અને રિવ્યૂ વિશે લોકો એપ વિશે જણાવે છે કે આ એપ સાચી છે કે નહીં કે આ એપમાં કોઈ સમસ્યા છે કે કેમ  ખાસ કરીને લોન આપનારી એપ અને બેંકિંગ એપના રિવ્યુ ખાસ વાંચો કારણ કે આમાં જ મહત્તમ નકલી એપ્સ મળી રહે છે જે છેતરવાનું કામ કરે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow