ઝઘડાનો ખાર રાખી 7 શખ્સે ધારિયા, લાકડીથી આતંક મચાવી તોડફોડ કરી

ઝઘડાનો ખાર રાખી 7 શખ્સે ધારિયા, લાકડીથી આતંક મચાવી તોડફોડ કરી

શહેરમાં પોલીસનું કે કાયદાનું કોઇ અસ્તિત્વ ન હોય તેમ રોજ ઘાતક હથિયારો સાથે ટોળાં સ્વરૂપે આવી લોકોમાં ભયનો માહોલ ફેલાવી રહ્યાં છે. ત્યારે વધુ એક બનાવમાં રેલનગર વિસ્તારમાં ગત મોડી રાતે સાત શખ્સે ઘાતક હથિયારો સાથે ગોકીરો કરી ત્રણ વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

રેલનગર, સુભાષચંદ્ર બોઝ ટાઉનશિપમાં રહેતા અને ખાણીપીણીનો વેપાર કરતા રમીઝ જમાલભાઇ કુરેશી નામના વેપારી યુવાને સંતોષીનગર પાણીના ટાંકા પાસે રહેતા વિશાલ કાળુ ગોલતર, દેવા મચ્છા ગોલતર, રમેશ વરૂ, રૈયાધારાના વિપુલ બાબુ ગમારા, પોપટપરાના અનિલ દારોદરા, રોહિત કાળુ ભરવાડ, આકાશ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે. યુવાનની ફરિયાદ મુજબ, અગાઉ સોસાયટીમાં રહેતા રજાકભાઇ ભાડુલાને વિશાલ ગોલતર સાથે ગાડી સામસામે આવી જવાના મુદ્દે ડખો થયો હતો. જે બનાવ બાદ બંને પક્ષોએ સમાધાન કરી લીધું હતું.

દરમિયાન ઇદ નિમિત્તે સોસાયટીમાં લાઇટ ડેકોરેશન કર્યું હોય શનિવારે રાતે ડેકોરેશનની લાઇટ ઉતારી હતી. ત્યાર બાદ રાત્રીના બારેક વાગ્યાના અરસામાં રેલનગરમાં મિત્રો સાથે ચા પીવા ગયા હતા. પોણા એક વાગ્યે ભાણેજના મોબાઇલ પરથી પત્નીનો ફોન આવ્યો કે અજાણ્યા શખ્સો સોસાયટીમાં આવી આપણા બુલેટમાં તોડફોડ કરી નાસી ગયા હોવાની વાત કરી હતી. જેથી તુરંત મિત્રો સાથે સોસાયટીએ પહોંચ્યા હતા. જ્યાં પોતાના બુલેટ ઉપરાંત એક રિક્ષા અને એક્ટિવામાં નુકસાની કરી હોવાનું જોવા મળ્યું હતું. આ સમયે સોસાયટીના કેટલાક લોકો ત્યાં બેઠા હોય બનાવ અંગે તેમને પૂછતા વિશાલ સહિતના શખ્સો ધારિયા, લાકડી જેવા હથિયારો સાથે બાઇક પર ધસી આવ્યા હતા અને વાહનોમાં તોડફોડ કરી નાસી ગયાની વાત કરી હતી. પોલીસે રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow