56 વર્ષનો સલમાન પડ્યો તેનાથી 24 વર્ષ નાની અભિનેત્રીના પ્રેમમાં!

56 વર્ષનો સલમાન પડ્યો તેનાથી 24 વર્ષ નાની અભિનેત્રીના પ્રેમમાં!

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન કોઈને કોઈ કારણોસર ચર્ચામાં બન્યા રહે છે અને હાલ સલમાન ખાન તેની આવનારી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન ખાન તેની પ્રોફેશનલ કરતાં પર્સનલ લાઈફને લઈને લોકો વચ્ચે વધુ ચર્ચામાં રહે છે. ક્યારેક પ્રેમ તો ક્યારેક લગ્નને કારણે અનેક સેલિબ્રિટઓ ચર્ચામાં રહે છે. આ બધા વચ્ચે હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે સલમાન ખાન ફરી એક વખત પ્રેમમાં પડ્યા છે અને હાલના દિવસોમાં એક જાણીતી અભિનેત્રીને ડેટ કરી રહ્યા છે.

સલમાન ખાન આ અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ
સલમાન ખાનના લગભગ બધા ફેન્સ જાણે છે કે સલમાનનું ઘણી અભિનેત્રીઓ સાથે અફેર હતું અને બધી જ અભિનેત્રીઓ સાથે સંબંધો ખૂબ જ ખરાબ રીતે સમાપ્ત થયા હતા. પણ હાલ મળતા સમાચાર મુજબ સલમાન ખાન ફરી એકવાર પ્રેમમાં પડ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન હાલ અભિનેત્રી પૂજા હેગડેને ડેટ કરી રહ્યો છે. જો કે એટલું જ નહીં પૂજા હેગડે સલમાનની આવનારી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં પણ કામ કરી રહી છે.

એક ટ્વીટએ બોલિવૂડમાં હલચલ મચાવી દીધી
વાટ એમ છે કે ઉમૈર સંધુની એક ટ્વીટએ બોલિવૂડમાં હલચલ મચાવી દીધી છે. ઉમૈર સંધુનું કહેવું છે કે સલમાન અને પૂજા રિલેશનશિપમાં છે. આ સાથે જ એમને ટ્વીટમાં લખ્યું છે કે, ;બ્રેકિંગ ન્યૂઝ... ટાઉનમાં એક નવું કપલ સામે આવ્યું છે મેગા સ્ટાર સલમાન ખાનને પૂજા હેગડે સાથે પ્રેમ થીઆ ગયો છે. આ સાથે જ સલમાનના પ્રોડક્શન હાઉસે પણ પૂજા સાથે બે ફિલ્મો માટે સાઈન કરી છે. સલમાન અને પૂજા બંને હાલના દિવસોમાં એક સાથે સમય વિતાવી રહ્યા છે અને સલમાનના નજીકના મિત્રએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.

કિસી કા ભાઈ કિસી કી જાન
સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં સલમાન પાસે કિસી કા ભાઈ કિસી કી જાન, કિક 2, સૂરજ બડજાત્યા સાથેની ફિલ્મ અને નો એન્ટ્રીની સિક્વલ છે. આ સિવાય તે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં પણ કેમિયો રોલ કરતો જોવા મળશે. જો પૂજા હેગડના વર્કફ્રન્ટની વાત કરી તો સલમાન સાથે કિસી કા ભાઈ કિસી કી જાન અને રણવીર સિંહની સર્કસને લઈને ચર્ચામાં છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow