ટોયલેટ સીટ કરતા પણ વધારે ગંદી હોય છે તમારા પીવાના પાણીની બોટલ! રિસર્ચમાં થયો એવો ખુલાસો કે વાંચીને ચોંકી ઉઠશો

ટોયલેટ સીટ કરતા પણ વધારે ગંદી હોય છે તમારા પીવાના પાણીની બોટલ! રિસર્ચમાં થયો એવો ખુલાસો કે વાંચીને ચોંકી ઉઠશો

પાણીની એક બોટલનો ઘણા લોકો વારંવાર ઉપયોગ કરે છે. ઘણા ઓછા લોકો એવા છે જે બોટલનો ઉપયોગ કરીને તેને તરત ફેંકી દે છે. શું તમે જાણો છો કે રિયુઝેબલ વોટર બોટલ તમારા સ્વાસ્થ્ય માટે કેટલી ખતરનાક સાહિત થઈ શકે છે? અને તેના કારણે તમને કેટલી બિમારીઓ થઈ શકે છે?

આવું અમે નહીં પરંતુ આ દાવો એક સ્ટડીમાં કરવામાં આવ્યો છે. એક નવી શોધમાં જાણવા મળ્યું છે કે ફરી વખત યુઝ કરવામાં આવતી હોટલમાં ટોયલેટ સીટની તુલનામાં લગભગ 40,000 ગણા વધારે બેક્ટેરિયા હોય છે. જો તમે એક જ બોટલનો ઉપયોગ ઘણા સમયથી કરી રહ્યા છો તો તમને હવે સાવધાન રહેવાની જરૂર છે.

રિયુઝેબલ પાણીની બોટલ પર તપાસ
અમેરિકા સ્થિત એક રિસર્ચર્સની ટીમે રિયુઝેબલ પાણીની બોટલની સ્વચ્છતાને લઈને તપાસ કરી હતી. તેમણે બોટલના દરેક ભાગની ત્રણ ત્રણ વખત તપાસ કરી. સંશોધન અનુસાર બોટલ પર બે પ્રકારના બેક્ટેરિયા હાજર હોય છે. જેમાં ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા અને બેસિલસ બેક્ટેરિયા શામેલ છે.

રિસર્ચમાં જાણવા મળ્યું કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા અલગ અલગ પ્રકારાના ઈન્ફેક્શન્સ પેદા કરવા માટે જવાબદાર છે. જ્યારે બેસિલસ બેક્ટેરિયા ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ પ્રોબ્લેમ્સ પેદા કરે છે. આ શોધમાં બોટલોની સફાઈની ઘરેલુ વસ્તુઓ સાથે તુલના કરી અને જોયું કે બોટલોમાં રસોઈના સિંકથી પણ બેગણા વધારે કિટાણુ હોય છે.

શું રિયુઝ કરવું સ્વાસ્થ્ય માટે ખતરનાક?
તેમણે એમ પણ કહ્યું કે એક કોમ્પ્યુટકના માઉસમાં જેટલા બેક્ટેરિયા હોય છે. તેના ચાર ગણા વધારે પાણીની બોટલોમાં હોય છે. એક પાલતુ જાનવરના પાણી પીવાના કટોરોમાં જેટલા બેક્ટેરિયા હોય છે. તેનાથી 14 ગણા વધારે બેક્ટેરિયા પાણીની બોટલમાં હોય છે.

આ શોધ ચોંકાવનારી છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો પાણીની એક બોટલને ઘણી વખત યુઝર કરે છે. યુવનિવર્સિટી ઓફ રીડિંગના એક માઈક્રોબાયોલોજીસ્ટ ડૉ. સાઈમન ક્લાર્કે જણાવ્યું કે ભલે પાણીની બોટલમાં મોટી સંખ્યામાં જીવાણુઓ હોય છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત નથી થતું.

ગરમ પાણીથી ધોવો બોટલ
ક્લાર્કે જણાવ્યું કે મેં આજસુધી કોઈને પણ પાણીની બોટલના કારણે બીમાર પડતા નથી જોયા. અહીં સુધી કે નળમાંથી પાણી પીવાથી પણ કોઈને બિમાર પડતા નથી જોયા.

ક્લાર્કે કહ્યું કે પાણીની બોટલ લોકોના મોંઢામાં પહેલાથી જ રહેલા બેક્ટેરિયાના કારણે દુષિત થઈ જાય છે. રિસર્ચર્સે બોટલોને ફરી યુઝ કરવા પહેલા એક દિવસમાં ઓછામાં ઓછું એક વખત સાબુ અને ગરમ પાણીથી ધોવાની સલાહ આપી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow