ચાલુ વાહનમાંથી યુવાન કુદ્યો, બે-ત્રણ ગોથા ખાઇ ગયો, ઘટનાસ્થળે જ મોત

ચાલુ વાહનમાંથી યુવાન કુદ્યો, બે-ત્રણ ગોથા ખાઇ ગયો, ઘટનાસ્થળે જ મોત

માટેલથી રાજકોટ બોલેરો પીકઅપમાં પરિવાર પરત ફરી રહ્યો હતો. ત્યારે રાજકોટના પીપળિયા ગામ નજીક પરિવારના એક યુવાનના ચશ્મા રોડ પર પડી ગયા હતા. બાદમાં યુવાને ચાલુ ગાડીમાંથી કૂદકો માર્યો હતો. આથી તે બે-ત્રણ ગોથા ખાઇ જતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

માનતા પૂરી કરવા પરિવાર માટેલ ગયો હતો
રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાત હનુમાન મંદિર પાછળ નાગલપર કલરવ પાર્કમાં રહેતો સાગર લક્ષ્મણભાઇ બારૈયા (ઉં.વ.25) ગઇકાલે કાકાની દીકરીને ત્‍યાં દીકરો જન્‍મ્‍યો હોઇ તે સવા મહિનાનો થતાં તેને માટેલ પગે લગાડવા પરિવાર સાથે જઈ રહ્યો હતો. પરિવારજનો બોલેરો પીકઅપમાં બેસીને માટેલ ગયા હતાં. સાંજે પાંચેક વાગ્‍યે બધા પરત આવી રહ્યા હતાં ત્‍યારે પીપળીયા નજીક બોલેરોમાં પાછળ બેઠેલા લોકોમાંથી એકના ચશ્‍મા પડી જતાં બોલેરો ચાલકને વાહન ઉભું રાખવા કહેવાયું હતું.


સાગરને માથાના ભાગે ગંભીર પહોંચી હતી
ચાલક વાહનને સાવ ઉભું રાખે એ પહેલા જ સાગરે ચશ્‍મા લેવા કૂદકો માર્યો હતો. ત્‍યારે વાહન થોડું ગતિમાં હોવાથી બેલેન્‍સ ગુમાવ્‍યું હતું અને સાગર બે-ત્રણ ગોથા ખાઇ જતાં માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જોકે સારવાર માટે સાગરને હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ તેને સારવાર મળે એ પૂર્વે મોત નિપજ્‍યું હતું. મૃત્‍યુ પામના સાગર ફોટોફ્રેમ બનાવવાનું કામ કરતો હતો. તેના લગ્ન થયા નહોતા. યુવાન દીકરાના અણધાર્યા મૃત્‍યુથી પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતા સિવિલ હોસ્પિટલ પહોંચી કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

રાજકોટમાં સ્પીડબ્રેકરથી વાહન પરથી રોડ પર પટકાયેલી મહિલાનું સારવારમાં મોત.
રાજકોટમાં સ્પીડબ્રેકરથી વાહન પરથી રોડ પર પટકાયેલી મહિલાનું સારવારમાં મોત.‌

રાજકોટમાં સ્પીડબ્રેકરે મુંબઇની મહિલાનો જીવ લીધો
રાજકોટમાં સ્પીડબ્રેકરે એક મહિલાનો ભોગ લીધો છે. મુંબઇથી રાજકોટ ફરવા આવેલી મહિલા કામિનીબેન ભટ્ટ 16 ફેબ્રુઆરીના રોજ સંબંધી સાથે બાઇકમાં રામવન ફરવા જતી હતી. ત્યારે અચાનક સ્પીડબ્રેકર આવતા બાઇક ઉલળ્યું હતું અને મહિલા રોડ પર પટકાઇ હતી. જોકે બાદમાં મહિલાને સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ સારવાર દરમિયાન કામિનીબેનનું આજે મોત નીપજ્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow