જૂનાગઢના સુખપુરની સગીરાને 3 નહીં 9 હેવાને 7 માસ સુધી પીંખી!

જૂનાગઢના સુખપુરની સગીરાને 3 નહીં 9 હેવાને 7 માસ સુધી પીંખી!

જૂનાગઢ તાલુકાના સુખપુર ગામની સગીરાને યશ ઉર્ફે કાનો બાલા દુધાત્રા (રે. સુખપુર)એ સૌથી પહેલાં તેના ઘર નજીકજ રાત્રિનાં સમયે દબોચી લઇને દુષ્કર્મ આચર્યા બાદ વારાફરતી પોતાના મિત્રો પાસે પણ દુષ્કર્મ કરાવ્યું હતું. સગીરા જ્યારે પણ શાળાએ જતી હોય અથવા રીસેસમાં હોય ત્યારે છરી બતાવીને બોલાવી લેવાતી અને બાદમાં અધમ કૃત્ય આચરવામાં આવતું.

યશે બાદમાં કેયુર હરસુખ વાગડીયા (રે. માખિયાળા) અને દિવ્યેશ ઉર્ફે ગીલી ચંદુ ગજેરા (રે. વડાલ) ને પણ બોલાવી સગીરાને પીંખી હતી. સગીરા શાળાએ ન જતાં અને શાળાના નામથીજ ગભરાઇ જતાં પિતાએ ફોસલાવીને આખી વાત કઢાવતાં પુત્રી પરનો અત્યાચાર બહાર આવ્યો હતો. આથી આખરે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. પોલીસે તુરતજ ત્રણેયને પકડી લઇ લાલ આંખ કરતાંજ ત્રણેય વાસનાના વરુઓ બકરીની માફક બેંબેં કરવા લાગ્યા હતા. અને બાકીના 6 શખ્સોનાં નામ પણ બકી દીધા હતા.

જેના આધારે પોલીસે જયેશ કાનજી હિરપરા (ઉ. 40, રે. સુખપુર), રાકેશ બાબુ હિરપરા (ઉ. 40, રે. સુખપુર), ધર્મેશ બાલુ પારખીયા (ઉ. 37, રે. સુખપુર), કૃતિક રાજેશ શીંગાળા (ઉ. 19, રે. સીચોડ), પિયુષ હરસુખ હિરપરા (ઉ. 32, રે. સુખપુર) અને સાગર જગદીશ મૂળિયા (ઉ. 20, રે. કેરાળા)ની ધરપકડ કરી હતી. અને તેઓના નિવેદનો લીધા હતા.

સગીરાનું સર્વસ્વ લૂંટતા રહેલા શેતાનો પોલીસ સમક્ષ પોપટ બની ગયા હતા. અને પોતે આચરેલા ગુનાની સીલસીલાબંધ હકીકતો ઓકી નાંખી હતી. પોલીસે છએયને મેડીકલ ચેકઅપ માટે સિવીલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. બનાવની તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ મથકના મહિલા પીઆઇ ગઢવી ચલાવી રહ્યા છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow