વડોદરાના સોમા તળાવ પાસે ટ્રેનની અડફેટે યુવાનનું મોત

વડોદરાના સોમા તળાવ પાસે ટ્રેનની અડફેટે યુવાનનું મોત

વડોદરા શહેરના ડભોઈ રોડ સોમા તળાવ પાસેથી પસાર થતી રેલવે લાઇન પર વહેલી સવારે એક યુવાન ટ્રેન નીચે કપાઇ જતા મોતને ભેટ્યો હતો. આ યુવાનનું અકસ્માતે મોત નીપજ્યું છે કે, પછી તેને આપઘાત કરી લીધો છે. તે રહસ્ય છે. રેલવે પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આજે વહેલી સવારે રેલવે પોલીસને સોમા તળાવ પાસેથી પસાર થતી રેલવે લાઇન ઉપર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી. રેલવે પોલીસને મેસેજ મળતા જ પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ કંચનભાઈ દોડી આવ્યા હતા અને લાશનો કબજો લઈને મૃતકના પરિવારજનોની તપાસ શરૂ કરી હતી. દરમિયાન રેલવે અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનના બનેવી પ્રજ્ઞેશભાઈ મળી આવ્યા હતા.

આ બનાવની જાણ થતાં દોડી આવેલા યુવાનના બનેવી પ્રજ્ઞેશભાઇએ જણાવ્યું હતું કે, મૃતક યુવાન મારો સાળો છે અને તેનું નામ સુજલ ઉર્ફ દક્ષીત સોલંકી (ઉ.વ.20) નો છે. તે ઘરમાં કોઈ તકલીફ નહોતી. પરંતુ, તે ઘરમાં ઓછું રહેતો હતો. તે મૂળ ડભોઇના મહુડી ભાગોળનો રહેવાસી છે. તેનું રેલ અકસ્માતમાં મોત નીપજ્યું છે કે, તેને આપઘાત કરી લીધો છે. તે અંગે મારી પાસે કોઇ જાણકારી નથી.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow