હૉટલમાં બુકિંગ હશે તો જ શહેરમાં મળશે એન્ટ્રી: ફ્રેન્ડ્સ-ફેમિલી સાથે અહીં ફરવા જવાનો પ્લાન હોય તો જાણી લેજો

હૉટલમાં બુકિંગ હશે તો જ શહેરમાં મળશે એન્ટ્રી: ફ્રેન્ડ્સ-ફેમિલી સાથે અહીં ફરવા જવાનો પ્લાન હોય તો જાણી લેજો

ચીનમાં કોરોનાએ ફરી માથું ઉચકાવ્યું છે અને તબાહી મચાવી રહ્યો છે એવામાં ભારતમાં પણ સરકાર હવે અલર્ટ મોડ પર આવી ગઈ છે. ચીનની હાલત જોઈને ભારતમાં પણ કોરોનાનો ડર વધવા લાગ્યો છે. જો કે હજુ પણ લોકોમાં નવા વર્ષને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં જો તમે પણ નવા વર્ષની ખુશીમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારે થોડી સાવધાની વર્તવાની જરૂર છે. આ સાથે જ ફરવા જતાં પહેલા કોરોના તો ઠીક પણ ભીડને કંટ્રોલ કરવા માટે ઘણા શહેરમાં નિયમો બનાવવામાં આવ્યા છે. એવામાં જો તમે પણ ફરવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે.

હોટલ બુક હશે તો જ એન્ટ્રી મળશે
જણાવી દઈએ કે નવા વર્ષની ઉજવણી માટે ફક્ત તે જ પ્રવાસીઓ મસૂરી જઈ શકશે, જેમણે પહેલેથી જ હોટલ બુક કરાવી લીધી છે. આ સિવાય દહેરાદૂન શહેરમાં પણ બહારથી આવતા પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. સ્થાનિક લોકોને એન્ટ્રી મળશે પણ એ સિવાય બીજા લોકોને શહેરમાં એન્ટ્રી આપવામાં નહીં આવે અને એ  વાતનું ધ્યાન રાખવા માટે આ માટે વધારાની ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

ટ્રાફિક પોલીસે 30 અને 31 ડિસેમ્બર માટે રૂટ પ્લાન તૈયાર કર્યો છે અને એસપી ટ્રાફિક અક્ષય પ્રહલાદ કોંડેએ આ વિશે જણાવતા કહ્યું હતું કે મસૂરી અને રાજપુર રોડ પર વાહનોનું દબાણ સૌથી વધુ રહે છે અને તેને ઘટાડવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ સહારનપુર અને હરિદ્વાર રૂટથી આવતા વાહનોને કુથલ ગેટ પર રોકવામાં આવશેઅને ત્યાં પ્રવાસીઓનું હોટલ બુકિંગ ચેક કરવામાં આવશે, એ પછી જ એન્ટ્રી આપવામાં આવશે.

પ્રવાસીઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરો
આ સાથે જ એસપી ટ્રાફિકે જણાવ્યું હતું કે ભીડ વધે ત્યારે પોલીસ અને પ્રવાસીઓ વચ્ચે ઘણીવાર અથડામણ થાય છે અને આવી સ્થિતિમાં પોલીસકર્મીઓને કોઈપણ સંજોગોમાં પ્રવાસીઓ સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોવિડને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પણ પાલન કરવું જોઈએ.

ડાયવર્ઝનના રસ્તે મસૂરી નહીં જાય  ભારે વાહનો
મસૂરી ડાયવર્ઝન અને બાટા ઘાટ ચેકપોસ્ટથી મસૂરી આવતા ભારે વાહનો પર 31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી સવારે 8 વાગ્યાથી મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જણાવી દઈએ કે માત્ર આવશ્યક સેવાના વાહનો જ મસુરી જઈ શકશે.

પોલીસે કરી અપીલ
- ડાયવર્ટ રૂટનો જ ઉપયોગ કરો.
- પહાડી ક્ષેત્રોમાં તમારી લેનમાં વાહન ચલાવો.
- પાર્કિંગમાં જ વાહન પાર્ક કરો
- દારૂ પીધા પછી વાહન ન ચલાવો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow