બે મિનીટમાં આ ટ્રીકથી આવી જશે ઉંઘ, યુદ્ધ દરમિયાન સૈનિક પણ અપનાવે છે આ સરળ રસ્તો

બે મિનીટમાં આ ટ્રીકથી આવી જશે ઉંઘ, યુદ્ધ દરમિયાન સૈનિક પણ અપનાવે છે આ સરળ રસ્તો

‌                                                          કેટલાક લોકો એવા હોય છે કે જે પથારી પર સૂતા જ ઉંઘ આવી જાય અને કેટલાક લોકો ઘણો લાંબો સમય પથારી પર સૂતા રહે તેમ છતાં ઉંઘ નથી આવતી તો એક ટ્રીક છે જેનાથી તમને સારી ઉંઘ આવી જશે. સેનાના લોકો પણ આ ટ્રીકથી ઉંઘતા હોય છે.  

જલ્દી ઉંઘ આવે તેના માટે સેનાના લોકો એક સિક્રેટ ટ્રીકનો ઉપયોગ કરે છે. જેનાથી બે જ મિનીટની અંદર ઉંઘ આવે છે. આ ટ્રિકી USની આર્મી ઉપયોગ કરે છે. યુદ્ધ દરમિયાન સૈનિક સુવાનો ટ્રાય કરે છે ત્યારે આ ટ્રીક કામ આવે છે.

રિલેક્સ એન્ડ વિન : ચેમ્પિયન પફોર્મન્સ નામની એક બૂકમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર આ ટ્રીક ખુબ ફેમસ છે.

શું છે ટ્રીક
આ ટ્રીક પ્રમાણે તમારા ચહેરાના મસલ્સને રિલેક્સ કરો. જીભ, જડબુ અને આંખોની આસપાસની માંસપેશીઓનો તણાવ દૂર કરો. પોતાના ખભાને જેટલા નીચે લઇ જઇ શકો તેટલુ નીચે લઇ જાઓ. અપર અને લોવર આર્મને પણ નીચે લઇજાઓ. શ્વાર બહાર છોડો અને પગને રિલેક્સ કરો.

આ બાદ 10 સેકન્ડમાં મગજમાઁથી બધી વસ્તુઓ કાઢવાનો પ્રયત્ન કરો. વિચારો કે તમે શાંત નદીના કિનારે બેઠા છો અને ઉપર સુંદર આકાશ છે, બિલકુલ સાફ અને બીજી તસવીર કે જેમાં અંધારારૂમમાં વેલવેટ ઝૂલામાં સૂઇ રહ્યાં છો.

10 સેકન્ડ બાદ વારે ઘડિયે આ વિચાર્યા કરો કે વિચારો નહી, વિચારો નહી. એક રિપોર્ટ અનુસાર 6 સપ્તાહ સુધી અભ્યાસ કર્યા બાદ 96 ટકા લોકો પર આ ટ્રીકનો અસર થયો છે.

ઉંઘ ન આવવાને કારણે ઘણી બીમારીઓ થવાની સંભાવનાઓ રહે છે. ટાઇપ-2 ડાયાબિટીઝ, હાર્ટ ડિઝીઝ અને ધ્યાન કેન્દ્રીત થવાની ક્ષમતા પર અસર થાય છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow