બટાકાના જ્યુસના ફાયદા જાણીને ચોંકી જશો, પીવાથી દૂર થાય છે આ ગંભીર બિમારીઓ

બટાકાના જ્યુસના ફાયદા જાણીને ચોંકી જશો, પીવાથી દૂર થાય છે આ ગંભીર બિમારીઓ

બટાકાનુ જ્યુસ પીવાથી થાય છે ઘણા ફાયદા

બટાકાનો ઉપયોગ ઘણી ચીજ વસ્તુઓને બનાવવામાં કરવામાં આવે છે. ટામેટા હોય કે પાલક મોટાભાગના શાકભાજીને બટાકાની સાથે જ બનાવવામાં આવે છે.  

શાકભાજી સિવાય બટાકાની ચિપ્સ, પાપડ, ફ્રેન્ચ ફ્રાઈજ જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે. બટાકાનુ જ્યુસ પણ બનાવવામાં આવે છે. પોષક તત્વોથી ભરપૂર બટાકાનુ જ્યુસ પીવાથી ઘણા ફાયદા થાય છે.  

આ ઘણી બિમારીઓમાં મદદરૂપ થાય છે. આવો જાણીએ કે બટાકાનુ જ્યુસ પીવાથી કયા ફાયદા મળે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે

બટાકાનુ જ્યુસ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેમાં વિટામિન એ અને વિટામિન બી કોમપ્લેક્સ જેવા પોષક તત્વ રહેલા છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે બટાકાનુ જ્યુસ પીવુ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

માઈગ્રેનમાં અસરકારક

બટાકાનુ જ્યુસ માનસિક હેલ્થ માટે ફાયદાકારક છે. આ સ્ટ્રેસ, થાક અને ડિપ્રેશનને દૂર કરવામાં મદદ કરે છે. આ જ્યુસ માઈગ્રેનને દૂર કરવામાં ગુણકારી છે. આલૂનુ જ્યુસ પીધા સિવાય માથા પર લગાવવાથી માથાના દુ:ખાવાની સમસ્યા પણ દૂર થાય છે.

અલ્સરનુ જોખમ દૂર કરે

બટાકામાં રહેલ ન્યુટ્રીએન્ટ્સ અલ્સરને દૂર કરવાનુ કામ કરે છે. જેને પીવાથી પેટમાંથી બેક્ટેરિયા મરી જાય છે. આ અલ્સરને વધતુ રોકે છે. બટાકાનો રસ અલ્સરના જોખમને દૂર કરે છે.

ઈમ્યુનિટી વધારશે

બટાકાનો રસ પીવાથી ઈમ્યુનિટી વધે છે અને બિમારીઓ સામે લડવાની શક્તિ મળે છે. બટાકામાં રહેલ વિટામિન સી સંક્રમક બિમારીઓને દૂર કરે છે. બટાકાનુ જ્યુસ શરદી-ઉધરસ જેવી બિમારીઓને દૂર કરવાનુ કામ કરે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow