Jio સિનેમા પર ફ્રીમાં મૂવી જોઈ શકશો

Jio સિનેમા પર ફ્રીમાં મૂવી જોઈ શકશો

રિલાયન્સ જિયોએ 999 રૂપિયામાં જિયો ભારત 4G ફીચર ફોન લોન્ચ કર્યો છે. આ દ્વારા કંપની એવા ગ્રાહકોને ટાર્ગેટ કરવા માગે છે જેઓ હજુ પણ 2G ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે. કંપનીએ કહ્યું કે પહેલા 10 લાખ 'જિયો ભારત ફોન' માટે બીટા ટ્રાયલ 7 જુલાઈથી શરૂ થશે.

કંપનીએ આ ફોન માટે 123 રૂપિયાનો ટેરિફ પ્લાન પણ રજૂ કર્યો છે. તેમાં 14 જીબી ડેટા મળશે જે 28 દિવસ સુધી ચાલશે. એટલે કે દરરોજ 0.5 જીબી. આ સિવાય આ પ્લાનમાં અનલિમિટેડ કોલની સુવિધા પણ મળશે. યુઝર્સ ફોન દ્વારા UPI પેમેન્ટ કરી શકશે અને જિયો સિનેમા અને જિયો સાવન જેવી એન્ટરટેઈનમેન્ટ એપ્સનો પણ ઉપયોગ કરી શકશે.

ડિવાઈસમાં મળશે 3 પ્રી-ઈન્સ્ટોલ એપ્સ
ફોનમાં કોમ્પેક્ટ ડિઝાઇન છે અને 1.77-ઇંચની QVGA TFT સ્ક્રીન છે. તે 1000mAh રિમૂવેબલ બેટરી સાથે આવે છે. આ ડિવાઈસમાં ફક્ત જિયો સિમનો ઉપયોગ કરી શકાય છે. યુઝર્સને ડિવાઈસ પર પહેલાથી ઈન્સ્ટોલ કરેલી 3 જિયો એપ્સ મળશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow