ભારતની મેચની ટિકિટ 30 ઓગસ્ટથી ખરીદી શકશો

ભારતની મેચની ટિકિટ 30 ઓગસ્ટથી ખરીદી શકશો

ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વન-ડે વર્લ્ડ કપની ટિકિટ આજે રાત્રે 8 વાગ્યાથી ઉપલબ્ધ થશે. https://tickets.cricketworldcup.com પર જઈને ટિકિટ બુક કરી શકશો. હાલ ભારતની મેચની ટિકિટ મળશે નહીં. આ માટે 30 ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે. ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ 3 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. સેમિફાઇનલ અને ફાઇનલની ટિકિટ 15 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. ટિકિટ મેળવવા માટે ચાહકોએ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી અમદાવાદમાં શરૂ થશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. ભારતીય ટીમ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સામે અને 3 ઓક્ટોબરે નેધરલેન્ડ્સ સામે તેની પ્રેક્ટિસ મેચ રમશે.

વર્લ્ડ કપની હાઈવોલ્ટેજ મેચ એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે. પહેલા આ મેચ 15 ઓક્ટોબરથી રમાવાની હતી, પરંતુ આ દિવસથી નવરાત્રિ શરૂ થવાને કારણે ભારત-પાકિસ્તાનની મેચ સહિત 9 મેચની તારીખ બદલવામાં આવી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow