યુરોપમાં યોગની બોલબાલા

યુરોપમાં યોગની બોલબાલા

ભારતના યોગની સમગ્ર દુનિયામાં હવે બોલબાલા છે. યુરોપ અને અમેરિકામાં યોગની વધારે બોલબાલા છે. પરંતુ હવે યુરોપના કેટલાક દેશોમાં યોગ કરવાની બાબત એટલી મોંઘી બની છે કે સામાન્ય લોકો યોગ કરવાની સ્થિતિમાં નથી. કેટલાક ખાસ સમૃદ્ધ લોકો જ યોગ ક્લાસમાં જઇ રહ્યા છે.

માત્ર બ્રિટનની જ વાત કરવામાં આવે તો અહીં યોગના માત્ર એક ક્લાસની જ લઘુતમ ફી બે હજાર રૂપિયા થઇ છે. અહીં યોગ શિક્ષકો જે બ્રાન્ડેડ યોગ મેટ લેવા કહી રહ્યા છે તેની કિંમત 10 હજાર રૂપિયાની આસપાસ છે. આવી જ રીતે યોગ કરવા માટે લૂલૂલેમન જેવા મોટા બ્રાન્ડની લેગિંગ ખરીદવા માટે કહેવામાં આવે છે.

આ પણ 10 હજાર રૂપિયાથી વધુ કિંમતના છે. યોગગુરુ વિક્રમજિત સિંહ કહે છે કે પશ્ચિમમાં યોગ વર્કઆઉટની એક રીત છે. આના માટે જીમની જેમ મોટી સંખ્યામાં ક્લબો અને સ્ટુડિયો (યોગ કેન્દ્રો) બની ગયાં છે. નાની મોટી સુવિધા આપીને તેની ફી સતત વધારવામાં આવી રહી છે.

કોરોના મહામારીથી પહેલાં સુધી 2019માં દુનિયાભરમાં યોગ બજારનું કદ આશરે 3.10 લાખ કરોડ રૂપિયાનું હતું. આ બજારનું કદ જેટલું મોટું થઇ રહ્યું છે તેટલી જ તેની ફી પણ વધી રહી છે. અમેરિકી અભિનેત્રી જેનેથ પાલ્ટ્રો અને જેનિફર એનિસ્ટન પણ નિયમિત રીતે યોગ કરે છે. આવી સેલિબ્રિટી ફેન્સને રોડમોડલ તરીકે દર્શાવીને પણ યોગને વધારે મોંઘુ બનાવવાની ગતિવિધિ ચાલી રહી છે.

બ્રિટનનાં યોગ કેન્દ્રોમાં યોગ કરનારાઓમાં મહિલાઓ સૌથી વધારે છે. જ્યારે 91 ટકા લોકો શ્વેત છે. એશિયન લોકો માત્ર 2.8 ટકા છે અને 0.5 ટકા આફ્રિકી મૂળના લોકો છે. તેમની સંખ્યા સતત ઘટી રહી છે. આનું મુખ્ય કારણ ભેદભાવ છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow