યાસીન મલિકની પત્ની પાક. પીએમના એડવાઈઝર બન્યાં

યાસીન મલિકની પત્ની પાક. પીએમના એડવાઈઝર બન્યાં

પાકિસ્તાનના કેરટેકર વડાપ્રધાન અનવાર ઉલ હક કાકડે ગુરુવારે કેબિનેટની જાહેરાત કરી હતી. ત્યાર પછી 16 મંત્રી અને ત્રણ સલાહકારને શપથ લેવડાવાયા હતા. આ ત્રણ સલાહકારમાં કાશ્મીરના આતંકી યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન મલિક પણ સામેલ છે. મુશાલ હુસૈનને સ્પેશિયલ એડવાઈઝર ટુ પ્રાઈમ મિનિસ્ટર બનાવાઈ છે. મુશાલ હુસૈન મૂળ પાકિસ્તાનના છે. પાકિસ્તાનના બંધારણ પ્રમાણે પાકિસ્તાનમાં બેવડું નાગરિકત્વ ધરાવતી વ્યક્તિ વડાપ્રધાનની સલાહકાર બની શકે છે, પરંતુ તેઓ ફૂલ ટાઈમ મંત્રી બનવાને લાયક નથી ઠરતા.

મુશાલ હુસૈન પાકિસ્તાન અને બ્રિટનનું નાગરિકત્વ ધરાવે છે. તેઓ પાકિસ્તાનમાં બેસીને ભારત વિરોધી નિવેદન કરવા જાણીતા છે. હાલમાં જ આવેલી ફિલ્મ ‘કાશ્મીર ફાઈલ્સ’ મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘કાશ્મીર સંપૂર્ણપણે પાકિસ્તાનનો હિસ્સો છે અને અમે તે લઈને રહીશું.’ આ ઉપરાંત તે પાકિસ્તાનમાં બેસીને આતંકી પતિ યાસીન મલિકની મુક્તિનું અભિયાન પણ ચલાવે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow