વાહ ભઈ વાહ ! 5 પૈસામાં 35 વાનગીવાળી થાળી ખાવા રેસ્ટોરન્ટમાં ઉમટી પડી ભીડ

વાહ ભઈ વાહ ! 5 પૈસામાં 35 વાનગીવાળી થાળી ખાવા રેસ્ટોરન્ટમાં ઉમટી પડી ભીડ

આંધ્રપ્રદેશના વિજયનગરની રાજભોગ રેસ્ટોરન્ટે 5 પૈસામાં 35 સ્વાદિષ્ટ વાનગીઓની વાળી થાળી પીરસવાનો એક દિવસનો પ્રયોગ કર્યો હતો જે ખૂબ સફળ રહ્યો હતો અને લોકોએ પાંચ પૈસામાં 35 સ્વાદિષ્ઠ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.

ગ્રાહકોને અપાઈ 35 સ્વાદિષ્ટ વાનગીઓ ભરેલી થાળી
જો તમે ખાવાના શોખીન છો તો આ સમાચાર તમારા ફાયદાના છે. કલ્પના કરો કે જો તમારે 35 સ્વાદિષ્ટ વાનગીઓવાળી પ્લેટ માટે ફક્ત 5પૈસા ચૂકવવા પડશે. જોકે તેની વાસ્તવિક કિંમત 400 રૂપિયાથી વધુ છે. તો શું તમે તેના પર વિશ્વાસ કરશો? આવી થાળી આંધ્રપ્રદેશના વિજયનગર સ્થિત રાજભોગ રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવી છે. રેસ્ટોરન્ટના માલિકે આ અદ્ભુત પ્લેટ સાથે એક અદભૂત પ્રયોગ કર્યો છે.


વિજયવાડાની રાજભોગ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને 35 જુદી જુદી સ્વાદિષ્ટ વાનગીઓ સાથે અનલિમિટેડ પ્લેટ આપવામાં આવી હતી. રેસ્ટોરન્ટના માલિક મોહિતે જણાવ્યું હતું કે, "ઇવેન્ટ ખૂબ જ સફળ રહી હતી, અમને આવી ભીડની અપેક્ષા નહોતી. અમે માત્ર 300-400 ગ્રાહકોની અપેક્ષા રાખતા હતા, પરંતુ અમારી પોસ્ટ વાયરલ થઈ ગઈ અને તે ત્રણ દિવસની અંદર પ્રખ્યાત થઈ ગઈ અને હજારો લોકોએ તેનો લાભ ઉઠાવ્યો હતો.

50 પ્લેટ 5 પૈસાની ઓફર સાથે આપી જોતજોતામાં લોકો તૂટી પડ્યાં
રેસ્ટોરન્ટ માલિક મોહિતે કહ્યું કે પ્રચારની આ ખૂબ જ અનોખી રીત છે. તેથી અમે 5 પૈસાની ઓફર સાથે અભિયાન ચલાવ્યું. અમે પહેલી 50 પ્લેટો વિના મૂલ્યે આપી હતી, જેના બદલામાં 5 પૈસા આપ્યા હતા. જ્યારે, અમે 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે 1,000 થી વધુ ગ્રાહકોને થાળી પીરસી હતી. તે એક મોટી સફળતા હતી. તે 35 જુદી જુદી વાનગીઓ સાથેની અનલિમિટેડ પ્લેટ છે, આ વાનગીઓમાં ગુજરાતી, રાજસ્થાની અને ઉત્તર ભારતીય વાનગીઓનો સમાવેશ થાય છે. આ ઓફર ગુરુવારે માત્ર એક દિવસ માટે આપવામાં આવી હતી.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow