ઉપલેટાના વાડલા રોડ પાસે મોજના પાણીનો પ્રવાહ લાલ બની જતાં ચિંતા

ઉપલેટાના વાડલા રોડ પાસે મોજના પાણીનો પ્રવાહ લાલ બની જતાં ચિંતા

ઉપલેટા શહેરમાંથી વહેતી મોજ નદીના પાણીનો પ્રવાહ વાડલા પાસે અચાનક લાલ થઈ જતાં આ મુદો ચર્ચાસ્પદ બની ગયો છે અને નદી કાંઠાના વિસ્તારમાં આવેલ પાણીના પ્રવાહે ત્રણ-ચાર દિવસથી રંગ બદલ્યો હોવાનું સામે આવ્યું છે. આ લાલ પાણીને લઈને અહીં રહેતા સ્થાનિક લોકો અને માલધારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉપલેટા મોજ નદી કાંઠે વાડલા રોડ પર રહેતા સ્થાનિકોએ રોષભેર જણાવ્યું છે કે, તેઓ અહીં છેલ્લા ઘણા સમયથી રહે છે અને પોતે માલધારી છે. જેથી અહીંયા તેઓ તેમજ આસપાસના વિસ્તારના માલધારીઓ પશુઓને પાણી પાવા તેમજ ચરાવવા માટે આવતા હોય છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી પાણીનો આવો રંગ જોવા મળી રહ્યો હોઇ લોકોમાં ચિંતા ફેલાઇ છે. આથી સંબંધિત તંત્ર આ બાબતને ગંભીરતાથી લઇ જેમણે પણ પાણીને પ્રદુષિત કરવાની હિલચાલ કરી હોય તેમને કડક સજા કરે અથવા તો પાણી લાલ થવાનું જે કારણ છે તે જાણી આ સમસ્યાનો ઉકેલ લાવે તે સમયની માગ છે તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની પણ આ તકે માગણી કરી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow