ગૂગલ વેક્ટર મેપ સાથેનું વિશ્વનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર

ગૂગલ વેક્ટર મેપ સાથેનું વિશ્વનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર

દેશની અગ્રણી સ્માર્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર કંપની એથર એનર્જીએ ગૂગલ વેક્ટર મેપ ધરાવતું દુનિયાનું પહેલું ઇ-સ્કૂટર લોન્ચ કર્યું છે. એથર કમ્યુનિટી ડે દરમિયના કંપનીએ એથરસ્ટેક-5.0 અંતર્ગત એથર 450 સીરિઝના સ્કૂટર્સમાં સોફ્ટવેર અપડેટની જાહેરાત કરી છે. આ ઇવેન્ટ દરમિયાન એથર સ્કૂટર્સના ચાર નવા રંગ કોસ્મિક બ્લેક, સાલ્ટ ગ્રીન, ટ્રૂ રેડ અને લ્યૂનર ગ્રેનું લોન્ચિંગ કર્યું હતું.

કમ્યુનિટી ડે દરમિયાન એથર એનર્જીના સહ-સ્થાપક અને CEO તરુણ મહેતાએ જણાવ્યું હતું કે કંપનીના નવા ઉપરાંત જૂના ગ્રાહકોને પણ આ નવા ફીચર્સનો ફાયદો મળશે. નવા યૂઝર ઇન્ટરફેસના કેટલાક ફીચર્સ એવા પણ છે જે મોંઘી લક્ઝરી કારોમાં પણ ઉપલબ્ધ નથી. આ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ જ પહેલ છે.

એથર એનર્જીના ચીફ બિઝનેસ ઓફિસર રવનીત એસ ફોકેલાએ જણાવ્યું કે એથરના ગ્રાહકોનો ભરોસો જ કંપનીની સૌથી મોટી મૂડી છે. ગત વર્ષ એથર માટે ઉપલબ્ધિઓથી ભરપૂર રહ્યું હતું. આ દરમિયાન કંપનીએ 59,123 સ્કૂટરનું વેચાણ કર્યું હતું. 2023માં કંપનીના આઉટલેટની સંખ્યા 56થી વધીને 120 કરવાની યોજના છે. કંપની પાસે 900 ફાસ્ટ ચાર્જીંગ સ્ટેશનનું દેશનું સૌથી મોટું નેટવર્ક છે. આ વર્ષના અંત સુધીમાં તેની સંખ્યા 1300થી વધુ થશે.

બેટરી પ્રોટેક્ટશન વોરંટી પણ આપશે
એથર એનર્જીએ ઇવી સ્કૂટર ઇન્ડસ્ટ્રી માટે પહેલી બેટરી પ્રોટેક્ટ વોરંટી લોન્ચ કરી છે. તે અંતર્ગત 5 વર્ષ માટે 60 હજાર કિલોમીટરના અંતર સુધી વોરંટી મળશે. તેમાં બેટરી ફેલ્યોર કવર ઉપરાંત 5 વર્ષ બાદ બેટરીની 70% ક્ષમતા પણ યથાવત્ રહેવાની ગેરેંટી મળશે. એથરનો દાવો છે કે એથર એકમાત્ર ઇવી સ્કૂટર કંપની છે જે આ ગેરેંટીની સાથે ડીપ ડિસ્ચાર્જને પણ કવર કરે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow