કેન્દ્રીય કર્મચારીઓ માટે કામના સમાચાર: પેન્શનને લઈને સરકારે કરી સ્પષ્ટતા, જાણો કેટલી વાર મળશે વિડ્રોલની સુવિધા

કેન્દ્રીય કર્મચારીઓ માટે કામના સમાચાર: પેન્શનને લઈને સરકારે કરી સ્પષ્ટતા, જાણો કેટલી વાર મળશે વિડ્રોલની સુવિધા

કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન રૂલ્સને લઇને મહત્વની જાહેરાત

જો તમે કેન્દ્રીય પેન્શનર છો તો આ અહેવાલ તમારા કામનો છે. પેન્શન અને પેન્શનભોગી કલ્યાણ વિભાગે કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન રૂલ્સને લઇને એક મહત્વની જાણકારી આપી છે. DoPPWએ જણાવ્યું છે કે જો કોઈ કર્મચારી તેના બેસિક પેન્શનનો એક ભાગ વિડ્રોલ કરી લીધો છે તો તેને ફરીથી કોઈ પણ પ્રકારના વિડ્રોલની મંજૂરી મળશે નહીં.

31 ઓક્ટોબરે પેન્શન વિભાગે કરી જાહેરાત

આ મામલે 31 ઓક્ટોબરે પેન્શન વિભાગે એક નોટીફિકેશન જાહેર કરીને આ જાણકારી આપી છે કે કર્મચારીઓને માત્ર એક જ વખત પેન્શન ખાતામાં જમા પૈસાને વિડ્રોલ કરવાાની મંજૂરી મળે છે. સિવિલ સર્વિસિસ રૂલ્સ 1981 મુજબ એકથી વધુ વખત પેન્શનની એકસાથે ચૂકવણી કરવાની મંજૂરી સરકાર આપતી નથી. આ સાથે કોઈ વ્યક્તિ પોતાની કુલ પેન્શનનો 40 ટકા ભાગ એક વખતમાં વિડ્રો કરી શકે છે.

બીજી વખત વિડ્રોલ પર આપી સ્પષ્ટતા

ઘણા સરકારી કર્મચારીઓએ સરકારને આ સવાલ પૂછ્યો હતો કે પેન્શનમાંથી એક વખત એકસાથે ઉપાડ્યા બાદ શુ તેમને બીજી વખત આવુ કરવાની મંજૂરી મળશે? આ મામલે જવાબ આપતા પેન્શન અને પેન્શનભોગી કલ્યાણ વિભાગે જણાવ્યું છે કે એક વખત 40 ટકા સુધીનો વિડ્રોલ કર્યા બાદ તેમને ફરીથી પૈસા કાઢવાની મંજૂરી નહીં મળે. આ સાથે એવી પણ જાણકારી આપવામાં આવી છે કે જો કોઈ પેન્શન ધારકની પેન્શનને રિવાઈઝ કરવામાં આવે છે અને તેમાં 40 ટકા ભાગમાં કોઈ વધારો થાય છે તો બાકી વધેલી રકમ કર્મચારીને મળી જશે. આ સાથે જો કોઈ વ્યક્તિ એક વખત બેસિક પેન્શન રકમનો વિડ્રોલ કરે છે, જે 40 ટકાથી ઓછો છે ત્યારે તેને બીજી વખત વિડ્રોલની મંજૂરી નહીં મળે.

Read more

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને ઠગાઈ

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને ઠગાઈ

રાજકોટ શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેતા નિવૃત શિક્ષક સાથે ડિજિટલ

By Gujaratnow
સચેત-પરંપરાની મ્યુઝિકલ નાઇટમાં રાજકોટિયન્સ ઝૂમ્યા

સચેત-પરંપરાની મ્યુઝિકલ નાઇટમાં રાજકોટિયન્સ ઝૂમ્યા

રાજકોટ મહાનગરપાલિકાના 52મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'સચેત પરંપરા' ની બોલીવુડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ

By Gujaratnow