પહેલી વન-ડે 40 રનથી જીતી

પહેલી વન-ડે 40 રનથી જીતી

બાંગ્લાદેશ મહિલા ટીમે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમને 40 રને હરાવ્યું હતું. વન-ડે ક્રિકેટમાં ભારત સામે બાંગ્લાદેશની મહિલા ટીમની આ પ્રથમ જીત છે. તમને જણાવી દઈએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મહિલા ODI ક્રિકેટમાં આ છઠ્ઠી મેચ હતી. આ પહેલા ભારતે પાંચ મેચમાં જીત મેળવી હતી.

બાંગ્લાદેશે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ મીરપુરમાં રમાઈ હતી. વરસાદથી વિક્ષેપિત મેચને 44-44 ઓવરની કરવામાં આવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 43 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમ 35.5 ઓવરમાં માત્ર 113 રન જ બનાવી શકી અને ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ 40 રનથી મેચ હારી ગઈ. બાંગ્લાદેશ તરફથી મારુફા અખ્તરે ચાર વિકેટ લીધી હતી. મારુફાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

કેપ્ટન સુલ્તાનાએ 39 રનની ઇનિંગ રમી
બાંગ્લાદેશ તરફથી કેપ્ટન નિગાર સુલ્તાનાએ સૌથી વધુ 39 રન બનાવ્યા. જ્યારે ફરગાના હકે 27 રનની ઇનિંગ રમી હતી. ભારત માટે પ્રથમ વન-ડે રમી રહેલી અમનજોત કૌરે ચાર વિકેટ લીધી હતી. દેવિકા વૈદ્યને બે અને દીપ્તિ શર્માને એક વિકેટ મળી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow