રોમાંચક મેચમાં 5 રને જીત મેળવી

રોમાંચક મેચમાં 5 રને જીત મેળવી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે લીગ સ્ટેજની આઠમી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ગુવાહાટીમાં મેચ રમાઈ ગઈ હતી. જેમાં રાજસ્થાન રોયલ્સનો રોમાંચક મેચમાં 5 રને પરાજય થયો હતો. પંજાબે રાજસ્થાનને 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે RR 20 ઓવરમાં 7 વિકેટે 192 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી સૌથી વધુ કેપ્ટન સંજુ સેમસને 42 રન બનાવ્યા હતા. તો રાજસ્થાનને ગેમમાં જીવંત રાખનાર શિમરોન હેટમાયરે 18 બોલમાં 36 રન ફટકાર્યા હતા. ઇમ્પેક્ટ પ્લેયર ધ્રુવ જુરેલે 15 બોલમાં 32* રન ફટકાર્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી નાથન એલિસે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે અર્શદીપ સિંહને 2 વિકેટ મળી હતી. પંજાબ કિંગ્સની રાજસ્થાનની સામે આ 11મી જીત છે.

સેમસન રાજસ્થાન માટે સૌથી વધુ રન બનાવનાર બેટર બન્યો
કેપ્ટન સંજુ સેમસન રાજસ્થાન તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. તેણે 25 બોલમાં એક છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 42 રનની ઇનિંગ રમી હતી, જોકે તે તેની 19મી અડધી સદી પૂરી કરી શક્યો નહોતો. તેને એલિસે આઉટ કર્યો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow