મહિલાઓએ સવારે સ્નાન કર્યા બાદ જ કરવુ જોઈએ આ કામ, નહીંતર માં લક્ષ્મી થશે કોપાયમાન

મહિલાઓએ આ વાતોનુ ખાસ ધ્યાન રાખવુ
પોતાના ઘરમાં દરેક સુખ-સુવિધા રાખવા માટે માણસ મહેનતથી લઇને અનેક પ્રકારના ઉપાય અને પૂજા-અર્ચના પણ કરે છે. જો કે, આ દરમ્યાન માણસથી જાણે-અજાણે એવી ઘણી ભૂલો થાય છે, જેના કારણે માણસને મહેનત અને ઉપાયનુ ફળ મળતુ નથી. એવામાં અમુક વાતોનુ ધ્યાન રાખીને આ પ્રકારની ભૂલોથી બચી શકાય છે. જેમાંથી એક મહિલાઓ દ્વારા સવારે કરવામાં આવતુ સ્નાન છે. હાલમાં જીવનમાં મહિલાઓ ન્હાયા વગર ઘણા કામ કરે છે, પરંતુ કેટલાંક એવા કામ છે, જેને ન્હાયા વગર ના કરવા જોઈએ.

તુલસીમાં જળ
ઘરમાં તુલસી લગાવી અને તેની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. મહિલાઓ દરરોજ પૂજા કર્યા બાદ તુલસીને જળ અર્પણ કરે છે. જો કે, ક્યારેય પણ ન્હાયા વગર તુલસીને જળ ના ચઢાવવુ જોઈએ. આમ કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાંથી જતી રહે છે.

પૈસા અડવા
પૈસા અથવા ધન બધાને સારું લાગે છે. જેને માં લક્ષ્મીનુ રૂપ માનવામાં આવ્યું છે. એવામાં ક્યારેય પણ ન્હાયા વગર પૈસાને હાથ અડાવવો ના જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.

વાળમાં કંઘી
વાળમાં કંઘી કરતા પહેલા અવશ્ય સ્નાન કરી લેવુ જોઈએ. સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ જ વાળને ખોલવા અને ત્યારબાદ કંઘી કરવા જોઈએ. આમ ના કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને નકારાત્મક શક્તિઓનો વાસ થાય છે.

ભોજન કરવુ
આમ તો ન્હાયા વગર રસોઈ ઘરમાં ના જવુ જોઈએ. પરંતુ આજકાલની ફાસ્ટ લાઈફમાં મોટાભાગની મહિલાઓ ન્હાયા વગર ભોજન અથવા બ્રેક ફાસ્ટ કરે છે. આમ કરવાથી બચવુ જોઈએ. ન્હાયા વગર ભોજન કરતા એક તો બિમાર થવાનુ જોખમ રહે છે. બીજી તરફ નકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે.