બાળક પેદા કરવા મહિલાઓએ નહીં વેઠવી પડે ગર્ભાવસ્થા, જાણો શું થવાનું છે

માણસજીવનનું ભવિષ્ય કંઇક જુદું અને અકલ્પનિય દેખાઇ રહ્યું છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આવનારાં ભવિષ્યમાં બાળકને જન્મ આપવા માટે મહિલાએ ગર્ભ ધારણ કરવાની આવશ્યકતા રહેશે નહીં. બાળક પણ હવે મશીન પેદા કરશે. બાળક માત્ર પેદા જ નહીં થાય પરંતુ તમને જે પ્રમાણે બાળક જોઇએ તેવો તમે બદલાવ પણ કરી શકશો. માત્ર તેમના જીન્સમાં ફેરફાર કરીને!
જુઓ વીડિયો અને ફોટો
મશીનમાં વિકસિત થતાં બાળકને તમે તમારી નજરે જોઇ શકશો. આ દુનિયાનો પહેલો કૃત્રિમ ભ્રૂણ કેન્દ્ર છે કે જ્યાંથી બાળકો બર્થ પોડ્સમાં વિકસિત કરવામાં આવશે. આ દાવો સાયન્સ કમ્યૂનિકેટર કર્યો છે અને વીડિયો પ્રોડ્યૂસર હાશેમ અલ ઘેલી.
હાશેમે આપી આ માહિતી
હાશેમે કહ્યું કે ભવિષ્યમાં બાળકો પુશ બટન ટેકનીકથી પેદા થશે. ગર્ભધારણ તો થશે પણ કોઇ માતાનાં ગર્ભમાં નહીં પરંતુ બર્થ પોડ્સમાં. એક એવો ભ્રૂણ કે જેને તમે જોઇ શકશો. તેમા વિકસિત થઇ રહેલા બાળકને તમે જોઇ શકશો.
આ ફેસિલિટિનું નામ છે એક્ટોલાઇફ
આ ટેકનિકનું નામ છે એક્ટોલાઇફ, અહીં એક કમ્યૂટર મેટ્રિક્સ બનાવવામાં આવશે. જેમાં માણસનાં વ્યવહારોમાં સંપૂર્ણ ડિટેલીંગ થશે. તમને કેવા પ્રકારનું બાળક જોઇએ છે તેવો બાળક પેદા કરી શકાશે. એટલે કે ફુટબોલર બાળક લાવવું હોય તો માત્ર તેના જીન્સમાં જ ફેરફાર કરવાનાં રહેશે.

બર્થપોડ ઘરે પણ લાગી શકે છે
તમે બાળકનો મહિને-મહિને થઇ રહેલો વિકાસ જોવા ઇચ્છતા હો તો તમે આ બર્થપોડ તમારા ઘરે પણ લગાવી શકશો. જો કે ભ્રૂણ કેન્દ્રમાં 400 બેબી પોન્ડસ હશે. તમામ રીન્યૂએબલ એનર્જથી ચાલશે. તમે તમારા બાળકનાં જરૂરી વાયટલ્સને એક એપ થકી મોનીટર કરી શકશો અને સુધારી પણ શકશો.
આ કોન્સેપ્ટ પર છેડાયો વિવાદ
હાશેમનાં આ કોન્સેપ્ટ, વીડિયો અને ફોટો બાદ લોકોમાં વિવાદો છેડાયા છે. એક્ટોલાઇફને પહેલા ભ્રૂણ કેન્દ્ર તરીકે જોવામાં આવી રહ્યું છે. પરંતુ તેનાથી ગર્ભધારણની નૈતિકતાને નુક્સાન પહોંચી રહ્યું છે. બાળકોને આ રીતે બર્થ પોડ્સમાં પેદા કરવું માણસાઇનાં વિરોધમાં છે.