કૂતરાની લાળથી મહિલાની કિડનીમાં ગાંઠ

કૂતરાની લાળથી મહિલાની કિડનીમાં ગાંઠ

પશુપાલક ખાસ કરીને કૂતરાને પાળનારા માટે આંખો ઉઘાડનારો કિસ્સો નડિયાદમાં જોવા મળ્યો છે. અહીં એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં એક એવી મહિલાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું જેને કૂતરાની લાળ (માઈક્રો ઈયલો) ને કારણે કિડનીમાં ગાંઠ થઈ હતી. ગાંઠના કારણે મહિલાની કિડનીની સાઈઝ સામાન્ય કિડની કરતા બમણી થઈ હતી, અને સતત યુરીનમાં લોહી આવવાની સમસ્યા શરૂ થઈ હતી. નિદાનમાં એક કરોડમાં એક વ્યક્તિને થતી હાયડેટીડ ડીસીઝ ઓફ કિડની નામની ગંભીર બિમારી અંગે જાણ થઈ હતી, જેથી તત્કાલ તેનું ઓપરેશન કરી કિડની માંથી 12 બાય 8.5 ની સાઈઝની ગાંઠ દૂર કરવામાં આવી છે.

કૂતરાને પાળનારા માટે આંખો ઉઘાડનારો કિસ્સો
મહત્વની વાત તો એ છે કે હોસ્પિટલ દ્વારા આ ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું.નડિયાદના પીપળાતા ગામે રહેતી 55 વર્ષીય જીવદયા પ્રેમી મહિલા ફળીયાના કુતરાઓને દૂધ પીવડાવા જતી સાથે તેમની માવજત કરતી હતી. જે દરમિયાન મહિલાના પેટમાં લારવા પહોંચવાના શરૂ થયા હતા. બિમારીને કારણે મહિલાને સતત 7 દિવસ સુધી યુરીનમાં લોહી નીકળતા એન.ડી.દેસાઈ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.

4 ડોક્ટરની ટીમે જોખમ લઈ ઓપરેશન કરવાનો નિર્ણય લીધો
​​​​​​​જ્યાં મહિલાનો જીવ બચાવવા 4 ડોક્ટરની ટીમે જોખમ લઈ ઓપરેશન કરવાનો નિર્ણય લીધો. અને બુધવારના રોજ સતત 5 કલાક સુધી ચાલેલા ઓપરેશનને અંતે મહિલાનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. આ જટીલ ઓપરેશનમાં ડો.પૂકુર થેકડી -મેડિકલ સુપ્રિટેન્ડન્ટ, એન.ડી.દેસાઈ હોસ્પિટલ,ડો.હર્ષ પટેલ, આસી. પ્રોફેસર,,ડો.અલ્પેશ પરમાર, 4. ડો.પાર્થ પટેલની ટીમે પૂરું પાડ્યું હતું.

Read more

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા ઈફ્કોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ વર્તમાન રાજકીય અને સહકારી બાબતો પર પ્રતિક્રિયા

By Gujaratnow
સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

ગુરુવારે ઉત્તરપશ્ચિમ સીરિયાના શહેર ઇદલિબમાં એક દારૂગોળાના ડેપોમાં થયેલા વિસ્ફોટમાં 2 લોકો માર્યા ગયા અને 71 લોકો ઘાયલ થયા. પીડિતોની ગણતરી

By Gujaratnow