હાઇકોર્ટને ગેરમાર્ગે દોરવાના કેસમાં મહિલાના જામીન રદ

હાઇકોર્ટને ગેરમાર્ગે દોરવાના કેસમાં મહિલાના જામીન રદ

હાઇકોર્ટને ગેરમાર્ગે દોરવાના ગુનામાં સંડોવાયેલી ડોલી બીરવાણી નામની મહિલા આરોપીએ જામીન પર છૂટવા કરેલી અરજીને સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર ભોગ બનનાર મહિલાએ તેને રોકેલા વકીલ સંજય પંડિત સાથે અણબનાવ બનતા તેને હટાવ્યા હતા. જેથી આરોપીએ ભોગ બનનાર મહિલાને દિનાબેન નામની મહિલાના પતિ વચ્ચે આડા સંબંધો હોવાનું બતાવી મહિલાના ચારિત્ર્યને નુકસાન થાય તેવા ઇરાદાથી અને આરોપી ગોકુલ સગપરિયાને ફાયદો થાય તે માટે પિટિશન દાખલ કરી દુષ્કર્મની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી.

જેમાં આરોપીઓએ દિનાબેનના નામની ખોટી સહી સાથે સોગંદનામું પણ રજૂ કર્યુ હતું, પરંતુ આરોપીઓના કૌભાંડનો પર્દાફાશ થતા વકીલ સંજય પંડિત, ડોલી બીરવાણી, ગોકુલ સગપરિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદને પગલે આરોપીઓ પૈકી ડોલી બીરવાણીએ ધરપકડથી બચવા સેશન્સ, હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે નામંજૂર થતા પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કરી હતી. દરમિયાન જેલહવાલે થયેલી ડોલી બીરવાણીએ જામીન અરજી કરતા ફરિયાદ પક્ષે રોકાયેલા એડવોકેટ સુરેશ ફળદુ, સરકારી વકીલ સ્મિતાબેન અત્રીની દલિલ ધ્યાને લઇ અદાલતે ડોલીની જામીન અરજીને નામંજૂર કરી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow