મેક્રોની પાસ્તા બનાવવામાં વાર લાગી તો મહિલાએ 40 કરોડનું વળતર માગ્યું, કંપની પર ભ્રામક જાહેરાતનો આરોપ

મેક્રોની પાસ્તા બનાવવામાં વાર લાગી તો મહિલાએ 40 કરોડનું વળતર માગ્યું, કંપની પર ભ્રામક જાહેરાતનો આરોપ

એક મહિલાએ રેડીમેઈડ પાસ્તા અને મેક્રોની બનવાતી કંપની ક્રાફટ હૈઝ નામની કંપની પર 1 કે 2 લાખનો નહીં પરંતુ 40 કરોડથી વધારેના વળતરનો દાવો કર્યો છે. મહિલાએ દાવો કર્યો છે કે, કંપનીએ મેક્રોની અને ચીઝ પાસ્તાને બનાવવા માટે 3.5 મિનિટનો સમય આપ્યો હત. તે સમયમાં પાસ્તા બન્યા ન હતા. તેથી મહિલાએ ફૂડ કંપની સામે ગેરમાર્ગે દોરનારી અને ખોટી જાહેરાતનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો હતો. આ સમગ્ર ઘટના અમેરિકાની છે.

3.5 મિનિટમાં પાસ્તા ન થયા તૈયાર
વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, ફ્લોરિડાની આ મહિલાનું નામ અમાન્ડા રામિરેઝ છે. તેમને આરોપ લગાવ્યો છેકે, ક્રાફટ હૈઝ ખોટી જાહેરાતો અને ભ્રામક માહિતીનો પ્રચાર કર્યો છે. કંપનીના દાવા મુજબ, મેક્રોની અને ચીઝ પ્રોડક્ટ્સ માત્ર 3.5 મિનિટમાં તૈયાર કરવામાં આવતા હતા, પરંતુ જ્યારે અમાન્ડાએ ઓર્ડર આપ્યો ત્યારે તે તે સમયમાં તૈયાર નહોતા.

તો વધુમાં અમાન્ડાએ જણાવ્યું હતું કે, ક્રાફ્ટહૈઝ પ્રોડક્ટ પેકેટ પર જે સમયનો ઉલ્લેખ કર્યો છે તે માત્ર માઇક્રોવેવમાં રાખવામાં આવે ત્યાં સુધીનો છે. જ્યારે મેકરોની બનાવવા માટે આ સિવાય પણ ઘણા સ્ટેપ્સ ફોલો કરવા પડે છે.પરંતુ કંપનીએ આખી પ્રક્રિયામાં કેટલો સમય લાગ્યો તેની કોઈ માહિતી આપી નથી.

કંપનીએ કહી આ વાત
કંપની વિરુદ્ધ છેતરપિંડી, ભ્રામક પ્રચાર અને અયોગ્ય વેપારનો કેસ નોંધાયા બાદ કંપનીએ નિવેદનઆપ્યું છે. કંપનીએ મહિલા દ્વારા દાખલ કરાયેલા કેસને વ્યર્થ ગણાવ્યો છે. કંપની વતી કહેવામાં આવ્યું હતું કે મહિલા દ્વારા જબરદસ્તીનો આ કેસ નોંધવામાં આવ્યો છે, અમે તેનો સખત વિરોધ કરીશું અને તેમને જવાબ આપીશું.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow