રાજકોટમાં સ્વાઈન ફલૂથી મહિલાનું મોત

રાજકોટમાં સ્વાઈન ફલૂથી મહિલાનું મોત

રાજકોટ શહેરમાં સ્વાઈન ફ્લૂનો આંક ચાલુ વર્ષે 100 કરતા પણ વધુ ગયો છે અને હવે ચોથું મોત થતા તંત્ર ફરી જાગ્યું છે અને કાર્યવાહી ચાલુ કરી છે. શહેરના રાજકીય અગ્રણીના પરિવારની આશરે 50 વર્ષની મહિલાને તાવ અને શરદી સહિતની સમસ્યા થતા 21 તારીખે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં વધુ તબિયત લથડતાં 26મીએ રિપોર્ટ કરાયા હતા જેમાં સ્વાઈન ફ્લૂ હોવાનું નિદાન થયું હતું. સ્વાઈન ફ્લૂનું નિદાન થતા પ્રોટોકોલ મુજબ સારવાર ચાલુ કરાઈ હતી પણ તે કારગર ન નિવડતા 10 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું.

રાજકોટમાં કોરોનાના નવા 2 કેસ સામે 4 ડિસ્ચાર્જ રાજકોટ શહેરમાં કોરોનાના નવા 2 કેસ સામે આવ્યા છે જેની સામે 4ને ડિસ્ચાર્જ જાહેર કરાતા એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 21 થઈ ગઈ છે જ્યારે શહેરમાં કુલ કેસનો આંક 65555 થયો છે. ડેન્ગ્યુના કેસ સ્થિર, મૃત્યુ ન નોંધાતા રાહતનો શ્વાસ આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિએ રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના કેસની સ્થિતિ સ્થિર છે અને હજુ પણ રોગ નિયંત્રણમાં છે તેમ કહી શકાય છે. ડેન્ગ્યુને કારણે અત્યાર સુધીમાં કેટલાં મોત નોંધાયા છે તે પ્રશ્નમાં શાખાએ જણાવ્યું હતું કે હજુ સુધી એક પણ મોત નોંધાયું નથી તે રાહતની વાત છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow