ચીનમાં કોરોનાનો કહેર વધતા ભારતમાં પણ ખતરાની ઘંટડી, નવા પ્રકારના લીધે જોખમ વધ્યું

ચીનમાં ફરીથી કોરોના બેકાબુ થતો હોય તેવું લાગી રહ્યું છે જેને લઈને પુરા વિશ્વમાં ચિંતાનું મોજું ફરી રહ્યું છે. આ સાથે ભારતના લોકોને પણ વધુ સાવચેતી રાખવા જણાવવામાં આવી રહું છે. ઘણા રાજ્યોમાં કેસો વધવા લાગ્યા છે. ત્યારે આ અંગે તબીબોએ તાત્કાલિક તકેદારી રાખવા જણાવ્યું છે.

ચીનમાં સ્થિતિ બેકાબુ બની રહી છે
નોંધનીય છે કે, કોરોનાના કારણે ચીનમાં સ્થિતિ સતત બેકાબૂ બની રહી છે. ચીન માટે મુશ્કેલીઓ વધી રહી છે, આવી સ્થિતિમાં સરકારે 'ઝીરો કોવિડ સ્ટ્રેટેજી' પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. ચીનમાં કોરોનાના વધતા જતા ખતરાને જોતા ભારતમાં પણ નિવારક પગલાં ઝડપી બનાવવા જરૂરી બની ગયા છે. રોગચાળો હજી ચાલુ છે, તેને હળવાશથી લેવાની ભૂલ દરેકને ભારે પડી શકે છે.
શું ભારત માટે પણ ખતરો છે?
ડૉ. નીલમે જણાવ્યું હતું કે ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે BQ.1 અને BQ.1.1નો ચેપ દર વધારે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને માત આપીને સરળતાથી ચેપનું કારણ બની શકે છે. આ ડરવાનો સમય નથી, તેનાથી વિપરીત, સાવચેત રહેવાનો છે. પહેલા કરતા વધુ સાવચેત રહેવાની જરૂર છે. ભારત માટે પણ ખતરો હોઈ શકે છે, પરંતુ સારી વાત એ છે કે અહીં રસીકરણનો દર ઘણો સારો છે. આવી સ્થિતિમાં અહીં ગંભીર કેસનું જોખમ ઘટી ગયું છે. તે જ સમયે, લોકોએ નિવારક પગલાં સતત લેતા રહેવાની જરૂર છે.
ચીન અને ભારતની પરિસ્થિતિમાં શું તફાવત છે?
આ પ્રશ્નનો જવાબ આપતા, ICMRના ભૂતપૂર્વ DG NK ગાંગુલીએ કહ્યું કે Omicron ના સબ-વેરિઅન્ટ BQ.1 અને BQ.1.1 મુખ્યત્વે ચીનમાં કોરોનાના વધતા કેસ માટે જવાબદાર હોવાનું જણાયું છે. એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ચીન અને ભારતની પરિસ્થિતિમાં તફાવત છે. પહેલા કરતાં વધુ લોકોએ સાવચેત રહેવું જોઈએ અને શક્ય તેટલું રસીકરણ સંરક્ષણની કાળજી લેવી જોઈએ.

દરેકને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે,
કોરોના વિશે કંઈપણ અનુમાન લગાવવું મુશ્કેલ છે, હાલમાં ચીન સહિત અન્ય ઘણા દેશોમાં જે રીતે સંક્રમિત લોકોના કેસ વધી રહ્યા છે, તે ભારત માટે પણ ખતરો બની શકે છે, તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બાબતે સાવધાની રાખવાની છે.