હાથમાં દોરડું ફસાવીને માસુમને 12 ફૂટ ઉપર ખેંચ્યો, પછી 35 ફૂટે અંદર ફસાઈ ગયો

હાથમાં દોરડું ફસાવીને માસુમને 12 ફૂટ ઉપર ખેંચ્યો, પછી 35 ફૂટે અંદર ફસાઈ ગયો

ઇર્શાદ હિન્દુસ્તાની, બેતુલ મધ્યપ્રદેશના બેતુલના માંડવી ગામમાં 6 વર્ષનો બાળક બોરવેલમાં પડી ગયો છે. માસુમ બાળક 35 ફૂટે ઊંડા બોરમાં ફસાઈ ગયો છે. તેના પર પાણીના ટીપા ટપકી રહ્યા છે. બાળકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ત્રણ JCB મશીનની મદદથી બોરવેલથી 30 ફૂટ દૂર સમાંતર ખાડો ખોદવામાં આવી રહ્યો છે. લગભગ 15 ફૂટ વધુ ખોદવું પડશે. પથ્થરને કારણે ખોદવાનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. કેમેરામાં બાળકની હિલચાલ ઓછી દેખાય છે. NDRFની ટીમ પણ સ્થળ પર છે.

કલેક્ટર અમનબીર બેન્સે જણાવ્યું કે બાળકને હાથમાં દોરડું બાંધીને ઉપર ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે પણ લગભગ 12 ફૂટ ઉપર આવી ગયો હતો. પરંતુ આ દરમિયાન દોરડું ખુલી ગયું અને તે ત્યાં જ ફસાઈ ગયો. રાત્રિના 12 વાગ્યાથી બાજુમાં નવો ખાડો ખોદવાનું કામ શરૂ કરીને બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

બોરવેલની અંદરથી બાળકનો અવાજ આવ્યો
આ દુર્ઘટના મંગળવારે સાંજે લગભગ 5 વાગ્યે બેતુલ જિલ્લાના અથનેરના માંડવી ગામમાં બની હતી. 6 વર્ષનો તન્મય અન્ય બાળકો સાથે સંતાકૂકડી રમી રહ્યો હતો. આ દરમિયાન તે પાડોશીના બોરવેલમાં પડી ગયો હતો. અવાજ લગાવવા પર બોરવેલની અંદરથી બાળકનો અવાજ આવ્યો. આ અંગે પરિવારજનોએ તાત્કાલિક બેતુલ અને આથનેર પોલીસને જાણ કરી હતી.

તન્મયની 11 વર્ષની બહેન નિધિ સાહુએ જણાવ્યું કે અમે સંતાકૂકડી રમતા હતા. ભાઈને કહ્યું કે ચાલો હવે ઘરે જઈએ. તે કૂદતો આવ્યો. બોરવેલની ઉપર બોરી હતી. તેણે બોરીને પકડી રાખી હતી, જ્યારે હું પહોંચી ત્યાં સુધીમાં ભાઈ નીચે પડી ગયો હતા. માતા રીતુ સાહુ કહે છે કે તે લગભગ 5 વાગ્યાની આસપાસ પડ્યો હતો. તેણે અવાજ પણ આપ્યો. ત્યારબાદ તેના ઝડપી શ્વાસોશ્વાસ ચાલી રહ્યા હતા.

રેસ્ક્યુ શરૂ થયા પછી, પહેલા બાળક માટે બોરવેલમાં ઓક્સિજન પાઇપ નાખવામાં આવી, પછી સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યો. SDERF ટીમો સ્થળ પર હાજર છે. બાળકને બહાર કાઢવા માટે બોરવેલથી લગભગ 30 ફૂટ દૂર બુલડોઝર વડે સમાંતર ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. પિતાએ બાળક સાથે વાત કરી તો તેણે કહ્યું- અહીં બહુ અંધારું છે. મને ખુબ જ ડર લાગી રહ્યો છે. મને ઝડપથી બહાર નીકળો.

ઘટનાની માહિતી મળતા જ કલેક્ટર, ડીઆઈજી, એસપી, કમિશનર શ્રીમાન શુક્લા, તહસીલદાર આથનર અને પોલીસ-પ્રશાસનના તમામ મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પરિવારને બાળક સાથે વાત કરવાનું કહેવામાં આવ્યું. બાળકના પિતાએ તેની સાથે વાત કરી. તન્મય બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. પિતા સુનિલ દિયાબારે જણાવ્યું કે 8 દિવસ પહેલા ખેતરમાં 400 ફૂટ ઊંડો બોર કર્યો હતો. તેમનો પુત્ર આ બોરમાં પડી ગયો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow