અગાઉથી જ ખબર પડી જશે ક્યારે મરવાના છો? જાણો કેવી રીતે થઈ શકે મોતની આગાહી

અગાઉથી જ ખબર પડી જશે ક્યારે મરવાના છો? જાણો કેવી રીતે થઈ શકે મોતની આગાહી

હવે કોઈના મોતની આગાહી થઈ શકે તે દિવસો દૂર નથી અને દુનિયામાં આ દિશામાં એક મોટું કામ શરુ થઈ ચૂક્યું છે. સદીઓથી માનવને પોતાના મોતનો સમય જાણવામાં ભારે ઉત્સુકતા રહી છે જે હવે આગામી દિવસમાં પાર પડી શકે છે. વૈજ્ઞાનિકો પણ આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને પહેલા જ તેના મોતની ખબર પડી જાય તો તે એવું કામ કરવા લાગે છે કે તે દુનિયાને બદલી શકે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા કોઇ પણ માનવીના મોતની આગાહી કરી શકાય છે. આ ટેસ્ટને ડેથ ટેસ્ટ કહેવામાં આવી રહ્યો છે.

શું છે ડેથ ટેસ્ટ?
ડેથ ટેસ્ટને સામાન્ય ભાષામાં એક પ્રકારનો લોહીનો ટેસ્ટ કહી શકાય. આ ટેસ્ટમાં કોઇ પણ વ્યક્તિના લોહીમાંથી બાયોમાર્કરની તપાસ કરવામાં આવશે. તેના પરથી નક્કી થશે કે તેનું મોત ક્યારે થઈ શકશે શું નજીકના ભવિષ્યમાં તેનું મોત થવાનું છે કે નહીં. આ ટેસ્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સૌથી મોટી ભૂમિકા રહેશે. જો કે આ સંશોધન હજુ પ્રારંભિક તબક્કામાં છે.

ડેથ ટેસ્ટ પર સંશોધન કોણ કરી રહ્યું છે?
યુકેની નોટિંગહામ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા ડેથ ટેસ્ટ પર રિસર્ચ કરાઈ રહ્યું છે. રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કેટલીક ખાસ પેટર્ન શોધી કાઢી હતી. આ મૃત્યુની આગાહી કરી શકે છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ વિશિષ્ટ પેટર્ન મૃત્યુની આગાહી કરવામાં મદદ કરશે. આ રિસર્ચમાં 40થી 69 વર્ષના એક હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામ લોકો ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરથી પીડિત હતા.

આંખોથી પણ થઈ શકે મોતની આગાહી

એક રિસર્ચમાં એ વાત પણ સામે આવી હતી કે કોઇ પણ વ્યક્તિનું મોત પણ આંખોથી જાણી શકાય છે. જો કોઈ વ્યક્તિ હૃદયરોગમાંથી પસાર થઈ રહી હોય, તો અભ્યાસમાં એઆઈ રેટિનાને સ્કેન કરે છે અને મૃત્યુનો અંદાજિત સમય જણાવે છે. આંખોને જોઈને મનુષ્યનો જૈવિક યુગ ક્યારનોય જાણી શકાય છે.

ડેથ ટેસ્ટના અગાઉ પણ અખતરા થઈ ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે આ પહેલા પેન્સિલવેનિયાની હેલ્થકેર સિસ્ટમ ગીસિંગરે પણ આ અંગે અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં, એઆઈ દ્વારા ઇકોકાર્ડિયોગ્રામ વિડિઓઝ જોઈને મૃત્યુની જાણ કરવામાં આવી હતી. આ સાથે, મૃત્યુની જાણ એક વર્ષ અગાઉથી થઈ શકે છે. જો કે, આ અભ્યાસ અકાળે મૃત્યુના સંકેતોને સમજવા માટે કરવામાં આવ્યો છે. કુદરતી મોતને તેમાંથી બાકાત રખાયું હતું કારણ કે તે તો ગમે ત્યારે આવી શકે છે.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow