શું બદલાઈ જશે 'પઠાણ'ની રિલીઝ ડેટથી લઇને ભગવા બિકીની સીન? KRKએ કર્યો ચોંકાવનારો દાવો

શું બદલાઈ જશે 'પઠાણ'ની રિલીઝ ડેટથી લઇને ભગવા બિકીની સીન? KRKએ કર્યો ચોંકાવનારો દાવો

કેઆરકેએ પઠાણને લઇને કર્યો મોટો દાવો

શાહરૂખ ખાન 4 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહ્યાં છે. વિવાદ હોવા છતા પ્રશંસકો કિંગ ખાનને મોટા પડદા પર જોવા માટે આતુર છે. પરંતુ ફિલ્મની રીલીઝ પહેલા કમાલ આર ખાન ઉર્ફે કેઆરકેએ પઠાણને લઇને મોટો દાવો કર્યો છે.

પઠાણને લઇને કેઆરકેએ શું કહ્યું?

શાહરૂખ ખાનના પ્રશંસકો જેટલી આતુરતાપૂર્વક ફિલ્મ પઠાણની રાહ જોઇ રહ્યાં છે. આ દરમ્યાન કેઆરકેએ દાવો કર્યો છે કે નિર્માતાએ પઠાણને પોસ્ટપોન્ડ કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં, કેઆરકેનો એવો પણ દાવો છે કે શાહરૂખની ફિલ્મનુ ટાઈટલ પઠાણ પણ બદલવામાં આવશે. કેઆરકેએ પોતાના ટ્વિટમાં લખ્યું, આ કન્ફર્મ છે કે પઠાણ ટાઈટલ હવે રહ્યું નથી. ઓરેન્જ બિકિની પણ રહેશે નહીં. નિર્માતાએ ફિલ્મની રીલીઝ તારીખને પોસ્ટપોન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર જાહેરાત આજે અથવા કાલે થઇ શકે છે.

આખરે કેઆરકેના દાવામાં કેટલી વાસ્તવિકતા છે?

કેઆરકેના દાવાએ શાહરૂખ ખાનના પ્રશંસકોને નિરાશ કરી દીધા છે. પરંતુ કેઆરકેના દાવામાં કેટલી હકીકત છે, તે કહેવુ મુશ્કેલ છે, કારણકે પઠાણને લઇને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે આ તો આવનારો સમય જ કહેશે કે કેઆરકેના દાવામાં કેટલી વાસ્તવિકતા છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow