ક્રિકેટ બાદ ફિલ્મોમાં નસીબ અજમાવશે ધોની?

ક્રિકેટ બાદ ફિલ્મોમાં નસીબ અજમાવશે ધોની?

ટીમ ઇન્ડિયાના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જલદી ફિલ્મ મેકિંગમાં હાથ અજમાવશે. ક્રિકેટમાં હાથ અજમાવ્યા બાદ ધોની હવે ફિલ્મ ક્ષેત્રે પણ હાથ અજમાવવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોની પોતાની ફિલ્મોની શરૂઆત સાઉથ ઈન્ડસ્ટ્રીથી કરશે. પોતાના પહેલા જ પ્રોજેક્ટમાં ધોની સાઉથના સુપરસ્ટાર અભિનેતા થલાપથી વિજય અને મહેશ બાબુને સામેલ કરવાની યોજના ધરાવે છે.

ધોનીની ફિલ્મોમાં કાસ્ટ મોટા સ્ટાર્સને કાસ્ટ કરવામાં આવશે

ધોનીએ ફિલ્મ મેકિંગની દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી મેળવવા માટે ખૂબ મોટા પાયે આયોજન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોની પોતાની પહેલી ફિલ્મમાં સાઉથના મોટા એક્ટર થલાપથી વિજય અને મહેશ બાબુને કાસ્ટ કરવાનો છે. આ ઉપરાંત તે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન અને કન્નડ ઇન્ડસ્ટ્રીના કિચ્છ સુદીપને પણ પોતાના પ્રોજેક્ટમાં સામેલ કરશે.

કેમિયો કરતો પણઃ જોવા મળી શકે

અગાઉ અટકળો તો એવી પણ લગાવવામાં આવી હતી કે, ધોની પોતાની પહેલી ફિલ્મમાં અભિનેત્રી નયનતારાને કાસ્ટ કરશે પરંતુ પાછળથી આ અહેવાલો પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું હતું. આ પછી આ અંગે ધોનીની આગામી મુલાકાત થલાપથી વિજય સાથેની હતી. બંને વચ્ચે ફિલ્મ મેકિંગની થોડી વાતો થઈ હતી. ધોનીની આઈપીએલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર તે થલાપથી વિજયની ફિલ્મમાં કેમિયો કરતો પણ જોવા મળી શકે છે.

ધોનીએ પહેલા પણ બનાવી છે ફિલ્મ

ધોનીનું એમએસ ધોની એન્ટરટેઈનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ પણ છે. આ પ્રોડક્શન હાઉસ અત્યાર સુધીમાં નાના બજેટની ત્રણ ફિલ્મો બનાવી ચૂક્યું છે, 'રોર ઓફ લાયન', 'ધ હિડન હિન્દુ' અને' બ્લેઝ ટુ ગ્લોરી.' પ્રોડક્શન હાઉસનું સંચાલન ધોનીની પત્ની સાક્ષી કરે છે. હાલ તેની નવી ઓફિસ ચેન્નઈમાં બની રહી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow