ભોજનમાં કેમ નાંખવામાં આવે છે મીઠો લીમડો?: ડાયાબિટીસથી લઈ સ્કીન કેર સુધી, મળે છે આ 5 ફાયદા

ભોજનમાં કેમ નાંખવામાં આવે છે મીઠો લીમડો?: ડાયાબિટીસથી લઈ સ્કીન કેર સુધી, મળે છે આ 5 ફાયદા

મીઠો લીમડો અનેક સમસ્યાને દૂર કરી શકે

મીઠા લીમડાનો અનેક ભારતીય ડિશમાં સામેલ કરી શકાય છે. મીઠો લીમડાને દાળ, ઉપમા, ઉત્તપમ, પકોડા, ચા, ઉકાળો, ફેસ માસ્ક, હેર માસ્ક અને ઘણી રીતે ઉપયોગમાં લઇ શકાય છે.  

મીઠા લીમડામાં વિટામિન એ, વિટામિન બી, સી, બી2, કેલ્શિયમ અને આયરનની સારી માત્રા હોય છે. જાણો શરીર, સ્કિન અને વાળની સમસ્યાને દૂર કરવામાં મીઠો લીમડો કામ આવે છે અને તેનો ઉપયોગ કેવીરીતે કરી શકાય છે.

મીઠા લીમડાના ફાયદા અને ઉપયોગની રીત

સારા પાચન માટે

અપચો, એસિડિટી અને પેટની અન્ય સમસ્યાને દૂર કરવા માટે મીઠા લીમડાનુ સેવન કરી શકાય છે.  

જેનુ સારી રીતે સેવન કરવા માટે ભૂખ્યા પેટ મીઠો લીમડો ચાવી શકો છો અથવા પછી મીઠા લીમડાને પાણીમાં ઉકાળીને અને ગાળીને આ પાણીને પી શકો છો.

વજન ઘટાડવામાં મળે છે મદદ

મીઠા લીમડો કોલેસ્ટ્રોલ y6ને ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી ફેટ બર્ન થતા શરીરનુ વજન ઘટાડવામાં પણ સહાયતા મળે છે. સૌથી સારી રીત છે કે તમે મીઠા લીમડાને ભોજનમાં એડ કરો. સુકો અથવા તાજો મીઠો લીમડો સલાડ, સૂપ, શાકભાજી અને ડિટૉક્સ વોટરમાં ઉપયોગ કરી શકાય છે.

ડાયાબિટીસ માટે

મીઠા લીમડાના સેવનથી બ્લડ ગ્લૂકોઝ લેવલ ઘટવા લાગે છે. જેની સાથે ઈન્સુલિન પ્રોડ્યુસિંગ સેલ્સ પ્રોટેક્ટ થાય છે અને ફ્રી રેડિકલ્સથી થતા ડેમેજને પણ મીઠો લીમડો રોકે છે. ડાયાબિટીસના દર્દી મીઠો લીમડો ચાવી અથવા તેનો રસ પી શકે છે.

વાળના ગ્રોથ માટે

ખરતા વાળથી પરેશાન છો તો વાળના ગ્રોથ માટે મીઠા લીમડાનો ઉપયોગ કરો. ડેન્ડ્રફ દૂર કરવા માટે ફ્લેકી સ્કેલ્પથી છૂટકારો મેળવવા માટે મીઠો લીમડો ફાયદાકારક છે. મીઠા લીમડાને પીસીને વાળ પર હેર માસ્કની જેમ લગાવી શકાય છે. આ ઉપરાંત મીઠા લીમડાને સુકવીને પાઉડર બનાવીને પણ લગાવવો સારો રહે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow