કેમ શ્રીફળથી જ થાય શુભકામના 'શ્રીગણેશ', પૂજામાં સૌથી વધારે મહત્વ કેમ? જાણો ધાર્મિક-વૈજ્ઞાનિક કારણ

કેમ શ્રીફળથી જ થાય શુભકામના 'શ્રીગણેશ', પૂજામાં સૌથી વધારે મહત્વ કેમ? જાણો ધાર્મિક-વૈજ્ઞાનિક કારણ

દરેક શુભ પ્રસંગે નારિયેળનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે અને નારિયેળને શ્રીફળ શા માટે કહેવામાં આવે છે તેના પાછળ એક લોજીક છે. નારિયેળ દરિયા કિનારે ઉગે છે. તેના મૂળ ખારૂ પાણી પીવે છે અને મીઠુ પાણી આપણને આપે છે. નારિયેળી જમીનને પણ શુદ્ધ કરે છે. તેના પાન ઝુપડી બનાવવા માટે અથવા તો તેની છત બનાવવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે.

નારિયેળના ફાયદા
નારિયેળ પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે પણ રક્ષણ આપે છે. આટલું જ નહીં સુકાયેલા નારિયેળની કાછલી બને છે જે ઘણા કામમાં ઉપયોગમાં આવે છે. નારિયેળના તેલને આયુર્વેદમાં અને ભોજનમાં પણ ઘણુ મહત્વ આપવામાં આવ્યું છે.  

એટલે કે નારિયેળ એક એવુ ફળ છે જેના મૂળથી લઈને ફળ સુધી દરેક વસ્તુ આપણા ઉપયોગમાં આવે છે. એટલે તેને સંપૂર્ણ ફળ માનવામાં આવે છે. માટે જ તેને 'શ્રીફળ' કહેવામાં આવે છે.

નારિયેળને શા માટે કહેવામાં આવે છે 'શ્રીફળ'?
હકીકતે પહેલાના જમાનામાં 'બલી' આપવાની પરંપરા હતી. પરંતુ તેનાથી લોકોની લાગણી ન દુભાય અને કરૂણતાની દ્રષ્ટિએ પણ જોતા તે યોગ્ય માનવામાં ન હતું આવતું. માટે તેનો એક વિકલ્પ શોધવામાં આવ્યો અને ત્યાર બાદ બલીની જગ્યા પર શ્રીફળ વધેરવાની શરૂઆત કરવામાં આવી.

શા માટે વધેરવામાં આવે છે શ્રીફળ?
પહેલાના જમાનામાં પશુઓની બલી એટલા માટે ચડાવવામાં આવતી હતી કે શુભ પ્રસંગે આપણા મનમાં જે પણ નેગેટિવિટી અથવા તો પશુતાનો ભાવ છે તે બલી ચડાવતી વખતે નીકળી જાય.

માટે હાલ શ્રીફળ વધેરવા પાછળનું કારણ એ છે કે આપણા મનમાં આવતી કોઈ પણ નેગેટિવિટી બહાર નીકળી જાય અને નારિયેળ જેવી મીઠાસ આપણા મનમાં આવે તેની માન્યતા સાથે શ્રીફળને વધારવામાં આવે છે. એટલે કે શ્રીફળ વધેરવાથી તમારા અંદરની નેગેટિવિટી દૂર થાય છે અને પોઝિટિવિટી આવે છે.

શ્રીફળનું છે લક્ષ્મીજી સાથે કનેક્શન
શ્રીફળ વધેરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. શ્રીફળ લક્ષ્મી દાયક છે. તેને વધેરવાથી લક્ષ્મીનો સંચાર વધે છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ કારણે શુભ કાર્યોમાં શ્રીફળ વધેરવામાં આવે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow