નવજાત બાળકને 6 મહિના સુધી કેમ પાણી ન પીવડાવું જોઈએ? જાણો તેની પાછળનું કારણ

બાળકના જન્મની સાથે જ ઘરમાં ખુશીનો માહોલ જોવા મળે છે પણ એ નવજન્મેલ બાળકનું ધ્યાન પણ આટલું જ રાખવામાં આવે છે. ઘરમાં નાના મહેમાન આવતાની સાથે જ ઘરના દરેક વડીલો માતા-પિતાને તેના બાળકનું સ્વાસ્થ્ય સારું રાખવાની સલાહ આપવા લાગે છે. ઘરના વડીલો અને ખાસ કરીને દાદા-દાદી દ્વારા આપવામાં આવતી એ સલાહમાંની એક એ છે કે 6 મહિનાની ઉંમર પહેલા તેમના નવજાત બાળકને પાણી ન આપવું. આવું આપણે ઘણી વખત સાંભળ્યું હશે પણ શું તમે જાણો છો આ સલાહ પાછળનું સાચું કારણ અને બાળકને પાણી આપવાનો યોગ્ય સમય કયો છે. આજએ અમે તમને તેના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.

કેમ 6 મહિના પછી બાળકને પાણી પીવડાવામાં આવે છે ?
નવજાત બાળકોને તેમના જન્મના 6 મહિના અલગથી પાણી પીવડાવાની જરૂર નથી હોતી. નવજાત બાળક માટે તેમની માતાનું દૂધ માટે પૂરતું હોય છે.કારણ કે માતાનું દૂધ 80 ટકા પાણી મળી રહે છે અને તેમાં જરૂરી તમામ પોષણ અને હાઇડ્રેશન બાળકને પંહોચી રહે છે. જો કે માતાના દુશ સિવાય જે બાળકને ફોર્મુલા દૂધ પીવડાવવામાં આવે છે એ બાળકનું શરીર પણ હાઇડ્રેટેડ રહે છે. આ જ કારણ છે કે ઓછામાં ઓછા 6 મહિના પછી બાળકોને પાણી આપવાની સલાહ આપવામાં આવે છે. જણાવી દઈએ કે પાતળું દૂધ આપવાથી કે પાણી પીવડાવવાથી બાળકની તબિયત બગડી શકે છે.
પાણી આપવાનો યોગ્ય સમય કયો
એક્સપર્ટ મુજબ જ્યારે બાળક નક્કર ખોરાક ખાવાનું શરૂ કરે છે, ત્યારે તેને પાણી આપવાનું શરૂ કરવું જોઈએ.

કેવી રીતે જાણવું કે બાળકનું બોડી હાઇડ્રેટ છે
જો બાળક 24 કલાકમાં 6-8 વખત પેશાબ કરે છે તો તેનો મતલબ એ છે કે તેને પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહે છે.