મુસાફરી વખતે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ શા માટે છે જરૂરી? જાણો તેના ફાયદાઓ વિશે

મુસાફરી વખતે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ શા માટે છે જરૂરી? જાણો તેના ફાયદાઓ વિશે

જો તમે મુસાફરી કરવાનું પસંદ કરો છો તો તમારે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી છે. ટ્રાવેલ ઈન્સ્યોરન્સ એર ટિકિટ તેમજ રેલ ટિકિટ અને બસ ટિકિટ પર લઈ શકાય છે. આ ઈન્શ્યોરન્સ સાથે, તમારા ખોવાયેલા સામાનની ભરપાઈ થઈ શકે છે.  જો તમે દુર્ભાગ્યે અકસ્માતનો ભોગ બનો તો સારવારનો ખર્ચ પણ મળે છે અને મૃત્યુના કિસ્સામાં આશ્રિતોને વળતરમાં આર્થિક મદદ મળે છે.

1 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં થાય છે રેલવે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ
જો તમે ટ્રેનથી મુસાફરી કરી રહ્યા છો તો તે ઈન્શ્યોરન્સ એ યાત્રીઓને મળે છે. જેઓ ઑનલાઇન રેલ ટિકિટ બુક કરે છે. પરંતુ એવા ઘણા ઓછા લોકો છે જેઓ રેલ્વે ટ્રાટ્રાવેલવેલ ઈન્શ્યોરન્સ વિકલ્પ પસંદ કરે છે. તેનું કારણ એ છે કે તેઓ તેના વિશે જાણતા નથી.

1 રૂપિયાથી ઓછી કિંમતના આ વીમામાં યાત્રીને 10 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. જો તમે તમારી ટિકિટ બુક કરાવતી વખતે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ કરો છો, તો ઈન્સ્યોરન્સ કંપની ટ્રેન દુર્ઘટનાની સ્થિતિમાં કોઈપણ પ્રકારના નુકસાન માટે પેસેન્જરને વળતર આપે છે.

આ રીતે કરાવો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ
જ્યારે તમે ઓનલાઈન ટિકિટ બુક કરો છો, ત્યારે ટ્રાવેલ ઈન્સ્યોરન્સનો વિકલ્પ વેબસાઈટ અને એપ પર ઉપલબ્ધ હોય છે. ઘણીવાર લોકો આ વિકલ્પ પર ધ્યાન આપતા નથી. ટિકિટ બુક કરતી વખતે વીમાનો વિકલ્પ જરૂર પસંદ કરો. વીમા માટે તમારી પાસેથી માત્ર થોડા પૈસા વધુ લેવામાં આવે છે. વીમા વિકલ્પ પસંદ કરવા પર, તમારા મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી પર એક લિંક મોકલવામાં આવશે.

આ લિંક વીમા કંપની દ્વારા મોકલવામાં આવશે. આ લિંક પણ જઈને તમારે ત્યાં નોમિનીની વિગતો ભરવાની રહેશે. કારણ કે વીમા પોલિસીમાં નોમિની હોય તો જ વીમાનો ક્લેમ મળવામાં સરળતા રહે છે.

કેટલી મળે છે ક્લેમ એમાઉન્ટ  
જો રેલ્વે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ હોય તો મુસાફરી દરમિયાન કોઈ અકસ્માત થાય તો ઈન્સ્યોરન્સ કંપની ટ્રેન અકસ્માતમાં મુસાફરના નુકસાનની ભરપાઈ કરે છે. જો કોઈ યાત્રી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામે છે તો 10 લાખ રૂપિયા વીમા રકમ તરીકે મળે છે.

જો રેલ્વે મુસાફર સંપૂર્ણ રીતે વિકલાંગ થઈ જાય તો પણ વીમા કંપની તેને 10 લાખ રૂપિયા આપે છે. ત્યાં જ આંશિક અપંગતાના કિસ્સામાં, 7.5 લાખ રૂપિયા અને ઈજાના કિસ્સામાં, 2 લાખ રૂપિયા હોસ્પિટલના ખર્ચ તરીકે આપવામાં આવે છે.

નોમિની વિના નહીં મળે રકમ
ટ્રેન અકસ્માતના કિસ્સામાં ઘાયલ વ્યક્તિ, નોમિની અથવા તેના ઉત્તરાધિકારી વીમાનો ક્લેમ કરી શકે છે. ટ્રેન અકસ્માતના 4 મહિનાની અંદર વીમાનો ક્લેમ કરી શકાય છે. તમે વીમા કંપનીના કાર્યાલયમાં જઈને વીમા માટે ક્લેમ દાખલ કરી શકો છો.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow