મહિલાઓને પ્રેગ્નેન્સીમાં કેમ કેસર આપવામાં આવે છે? જાણો તેના ફાયદા

મહિલાઓને પ્રેગ્નેન્સીમાં કેમ કેસર આપવામાં આવે છે? જાણો તેના ફાયદા

કેસરના દૂધના સેવનથી તણાવ રહેશે દૂર

શિયાળાની સિઝનમાં કેસરનુ દૂધ પીવાથી શરીરને ઘણા લાભ મળે છે. મહત્વનું છે કે કેસરના દૂધના સેવનથી તણાવ અને સ્ટ્રેસની સમસ્યામાંથી છૂટકારો મળે છે. તમે ધ્યાન આપ્યું હશે કે ગર્ભવતી મહિલાઓને વારંવાર ડૉકટર કેસરવાળું દૂધ પીવાની સલાહ આપે છે.  એવુ કહેવામાં આવે છે કે કેસરવાળા દૂધના સેવનથી બાળક વ્હાઈટ થાય છે. પ્રેગ્નેન્સીમાં મહિલાઓનો મૂડ જલ્દી બદલાય છે. આ મહિલાઓના મૂડ સ્વિંગની સમસ્યાને ઘટાડવાનુ કામ કરે છે. જેમાં રહેલા પોષક તત્વ ગર્ભમાં ઉછરી રહેલા બાળકોના આરોગ્ય માટે ફાયદાકારક હોય છે.

કેસરના ફાયદા

  1. ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓના હાર્ટ રેટમાં ઝડપથી વધારો થાય છે. બીપી પણ ઝડપથી વધઘટ થાય છે. કેસરનુ દૂધ આ સમસ્યાને દૂર કરે છે, કારણકે તેમાં રહેલ પોટેશિયમ અને ક્રોસેટિન બ્લડ પ્રેશરને અંકુશમાં રાખવાનુ કામ કરે છે.
  2. ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓમાં અનેક પ્રકારના હોર્મોનલ ચેન્જ આવે છે. જેના કારણે તેમના મૂડ અને તેમની ફીલિંગ્સમાં ઝડપથી ફેરફાર થાય છે. જેની સીધી અસર ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર થાય છે. કેસર એન્ટી-ડિપ્રેસેન્ટ તરીકે કામ કરે છે, જે મગજમાં બ્લડ સપ્લાયને વધારીને સ્ટ્રેસને ઘટાડવાનુ કામ કરે છે.
  3. ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓને મોર્નિગ સિકનેસની સમસ્યા આવે છે. એવામાં ચક્કર, ઉલ્ટી અને માથા ફરવાનો અહેસાસ થાય છે. સવારે શરીરની એનર્જીમાં ખૂબ ઓછી રહે છે અને ઘણી વખત મહિલાઓ થાક મહેસૂસ કરે છે. એવામાં કેસરમાંથી બનાવેલી ચા મહિલાઓ માટે લાભદાયી હોય છે અને માથુ ફરવાની સમસ્યામાંથી આરામ મળે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow