મહિલાઓ નાળિયેર કેમ નથી વધેરતી? પૂજામાં ઉપયોગ કેમ કરાય છે?

મહિલાઓ નાળિયેર કેમ નથી વધેરતી? પૂજામાં ઉપયોગ કેમ કરાય છે?

નાળિયેરનો ઉપયોગ ધાર્મિક વિધિઓથી લઈને સ્વાસ્થ્ય અને સુંદરતાને નિખારવા તથા સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે પણ થાય છે. હિન્દુ ધર્મમાં શ્રીફળને શુભ માનવામાં આવે છે.

મંદિરોમાં શ્રીફળ ચડાવવાની પૌરાણિક માન્યતાઓ પણ છે. પૂજા સામગ્રીમાં પણ શ્રીફળનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે, ભગવાનને શ્રીફળ અર્પણ કરવાથી દુ:ખ અને પીડાનો નાશ થાય છે. પૂજામાં શ્રીફળનો ઉપયોગ કેમ કરાય છે, જાણો તેના મહત્ત્વ વિશે.

નાળિયેરનું પૌરાણિક મહત્ત્વ
એવું માનવામાં આવે છે કે, વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મી, નાળિયેરના વૃક્ષ અને કામધેનુને પૃથ્વી પર લાવ્યા હતા. નાળિયેરના વૃક્ષને ‘કલ્પવૃક્ષ’ પણ કહેવામાં આવે છે. નાળિયેર ભગવાન શિવને પણ ખૂબ જ પ્રિય છે. શ્રીફળ પર બનેલી ત્રણ આંખોની તુલના શિવના ‘ત્રિનેત્ર’ સાથે કરવામાં આવે છે, તેથી જ નાળિયેરને શુભ માનવામાં આવે છે.

સ્ત્રીઓ નાળિયેર કેમ નથી વધેરતી?
શ્રીફળ એક બીજ ફળ છે. સ્ત્રીઓ બાળકોને બીજ સ્વરૂપે જન્મ આપે છે. નાળિયેર એ મહિલાઓની ગર્ભધારણ કરવાની ઈચ્છા પૂરી કરવા માટે સક્ષમ માનવામાં આવે છે. આ જ કારણ છે કે, સ્ત્રીઓ માટે નાળિયેર વધેરવાની મનાઈ હોય છે. એવું માનવામાં આવે છે કે, જો મહિલાઓ શ્રીફળ વધેરે, તો તેમનાં બાળકોને તકલીફ પડે છે.‌

ઘરના મંદિરમાં શ્રીફળ કેમ રાખવામાં આવે છે?
શ્રીફળને ત્રિદેવનું પ્રતિક માનવામાં આવે છે. શ્રીફળને પૂજામાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ નાળિયેરનું મહત્ત્વ છે. શુભ કાર્ય કરતાં પહેલાં શ્રીફળ વધેરવામાં આવે છે.

એકાક્ષી નાળિયેરના ચમત્કારિક ફાયદા
નાળિયેરના અનેક પ્રકારોમાંથી એક એકાક્ષી નાળિયેરને દેવી માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જે વ્યક્તિ પાસે આ નાળિયેર હોય છે, તેના જીવનમાં ક્યારેય પૈસાની અછત સર્જાતી નથી. અતૂટ લક્ષ્મી ઘરમાં નિવાસ કરે છે. ચાલો જાણીએ લક્ષ્મીનું રૂપ માનવામાં આવતા એકાક્ષી નાળિયેર સાથે જોડાયેલા ઉપાયો અને ફાયદા વિશે.

પૂજામાં નાળિયેર કેમ ચડાવવામાં આવે છે?
એવું માનવામાં આવે છે કે, ઋષિ વિશ્વામિત્રે બીજી સૃષ્ટિના નિર્માણમાં માનવી સ્વરુપવાળા નાળિયેરનું સર્જન કર્યું હતું. તેથી, નાળિયેરના કોચલા પર બે આંખો અને એક મોં બહાર રચાય છે. એક સમયે હિંદુ ધર્મના મનુષ્યો અને પ્રાણીઓનું બલિદાન એકસમાન વાત હતી પછી આ પરંપરાને તોડીને માણસ અને પ્રાણીઓની જગ્યાએ નાળિયેર ચડાવવાની પ્રથા શરૂ થઈ. પૂજામાં નાળિયેર ચડાવવાનો અર્થ એ છે કે, વ્યક્તિએ પોતાના પ્રમુખ દેવતાનાં ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી છે, પ્રભુ સમક્ષ તેનું કોઈ જ અસ્તિત્વ નથી, એટલા માટે પૂજામાં નાળિયેર ચડાવવામાં આવે છે.

નાળિયેર પાણી શરીરને હાઈડ્રેટ કરે છે
શરીરમાં થાક અને નબળાઇ ન આવે અને શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે નાળિયેર પાણી પીવું જોઈએ. વજનને કંટ્રોલમાં રાખવા માટે નાળિયેર પાણી પીવાથી ફાયદો થાય છે, તેનાથી ત્વચા પણ ચમકદાર બને છે. તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશર અને હૃદયની સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે સારું છે. દિલ્હીની પંચકર્મ હોસ્પિટલના આયુર્વેદાચાર્ય ડૉ. આર.પી.પારાશર પાસેથી નાળિયેરના ફાયદા વિશે જાણીશું.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow