છોકરીઓ પગમાં કેમ પહેરે છે ચાંદીની પાયલ? ધાર્મિક સાથે વૈજ્ઞાનિક કારણ પણ જાણી લો

છોકરીઓ પગમાં કેમ પહેરે છે ચાંદીની પાયલ? ધાર્મિક સાથે વૈજ્ઞાનિક કારણ પણ જાણી લો

ચાંદીને સમૃદ્ધીનુ મનાય છે પ્રતિક

ભારતીય પ્રાચીન જ્યોતિષીઓ મુજબ ચાંદીનો સંબંધ ચંદ્રમા સાથે છે. એવુ માનવામાં આવે છે કે ભગવાન શિવની આંખોમાંથી ચાંદીની ઉત્પત્તિ થઇ હતી. જેના કારણે ચાંદીને સમૃદ્ધીનુ પ્રતિક માનવામાં આવે છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં ચાંદીના પાયલનુ ખાસ મહત્વ છે. પરંતુ ઈજિપ્ત અને મધ્ય પૂર્વ દેશોમાં તેને આરોગ્ય સાથે જોડવામાં આવે છે. આ દેશોમાં એવી માન્યતા છે કે પાયલ પહેરવાથી શારીરીક અને માનસિક આરોગ્ય પર સકારાત્મક અસર થાય છે અને તેના માટે તેઓ કારણ પણ જણાવે છે. તમે પણ જાણો કે ચાંદીની પાયલ પહેરવાથી તમારા હેલ્થને કેવીરીતે ફાયદો થાય છે.

શરીરમાંથી નિકળતી નથી એનર્જી

ચાંદી એક પ્રતિક્રિયાશીલ ધાતુ છે અને આ કોઈના શરીરમાંથી નિકળતી ઉર્જાને પાછી શરીરમાં ધકેલી દે છે. તમારી મોટાભાગની એનર્જી હાથ અને પગથી તમારા શરીરને છોડી દે છે અને ચાંદી, કાંસા જેવી ધાતુઓ એક અડચણ રૂપે કાર્ય કરે છે, જેનાથી ઉર્જાને તમારા શરીરમાં પાછી લાવવામાં મદદ મળે છે. એટલેકે ચાંદીની વીંટી, પગમાં પહેરવામાં આવતી રિંગ અને પાયલ તમારી ઉર્જાને બહાર નિકળવા દેતી નથી. તેથી પાયલ પહેરવાથી વધુ ઉર્જાવાન અને વધુ સકારાત્મકતા અનુભવાય છે.

આખરે સોનાની પાયલ કેમ પહેરવામાં આવતી નથી?

આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન મુજબ ચાંદી પૃથ્વીની ઉર્જાની સાથે સારી રીતે પ્રતિક્રિયા કરે છે, જ્યારે સોનુ શરીરની ઉર્જા અને આભાની સાથે સારી રીતે પ્રતિક્રિયા કરે છે. તેથી ચાંદીની પાયલ અને પગની આંગળીમાં પહેરવામાં આવતી રિંગ તરીકે પહેરવામાં આવે છે. જ્યારે સોનાનો ઉપયોગ શરીરના ઉપરના ભાગને સજાવવા માટે કરવામાં આવે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow