આલિયા ભટ્ટે કેમ શરૂઆતમાં છુપાવી હતી પ્રેગ્નેન્સીની વાત? આખરે પોતે જ કરી નાંખ્યો ખુલાસો

આલિયા ભટ્ટે કેમ શરૂઆતમાં છુપાવી હતી પ્રેગ્નેન્સીની વાત? આખરે પોતે જ કરી નાંખ્યો ખુલાસો

આલિયાએ શરૂઆતમાં કેમ છુપાવી હતી પ્રેગ્નેન્સીની વાત

આલિયાને પોતાના કમિટમેન્ટ્સ પૂરા કરવાના હતા અને પોતાનુ ધ્યાન પણ રાખવાનુ હતુ. આલિયાએ જણાવ્યું કે કામ જરૂરી હતુ પરંતુ તે સમયે તેમનુ બાળક અને તેઓ પોતે પણ પ્રાયોરિટી હતી. તેથી જ્યાં સુધી તેઓ કમ્ફર્ટેબલ હતા ત્યાં સુધી તેમણે કામ કર્યુ. આલિયાએ જણાવ્યું કે શરૂઆતના 12 અઠવાડિયા તેમણે લોકોને આ અંગે કેમ જણાવ્યું નહોતુ.  

બાળક હતુ પ્રાથમિકતા

આલિયા બેબી બમ્પની સાથે દિવસ-રાત શુટિંગ કરી રહી હતી. તેમણે એક અખબારને જણાવ્યું, જ્યાં સુધી કોઈ શારીરીક મુશ્કેલી ના થાય ત્યાં સુધી હું પ્રતિબંધ લગાવતી નથી.  

હું પ્રેગ્નેન્ટ હતી તો ઘણી વસ્તુઓ ના કરવાનુ બંધન હતુ, કારણકે ગર્ભાવસ્થા અણધારી હોય છે. મેં નક્કી કર્યુ કે દરરોજ દિવસ જેવો જશે તેને જોઈ લઇશુ અને પોતાના શરીરનુ સાંભળીશ.  

 

ખરેખર કામ વધુ જરૂરી છે, પરંતુ તે સમયે મારું બાળક અને મારું શરીર મારી પ્રાથમિકતા હતી. પ્રારંભથી જ મેં પોતાને કહ્યું હતુ કે હું પોતાને ત્યારે પુશ કરીશ જ્યારે હું કમ્ફર્ટેબલ હોઈશ.  

તેથી પ્રેગ્નેન્સીના સમાચાર નહોતા આપ્યાં

નજર ના લાગે, મારી પ્રેગ્નેન્સીએ મને શારીરીક મુશ્કેલી ના આપી. શરૂઆતના થોડા અઠવાડિયા મુશ્કેલીભર્યા હતા. હું ખૂબ થાકી જતી હતી અને ગભરામણ થતી હતી.  

તે સમયે આ અંગે મેં વાત ના કરી. કારણકે શરૂઆતના 12 અઠવાડિયા કોઈને કશુ જણાવાતુ નથી ને? લોકો એવુ કહે છે, તેથી હું આ વાતને પોતાના સુધી મર્યાદિત રાખતી હતી. પરંતુ હું મારા શરીરનુ સાંભળતી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow