કેમ વધી રહ્યા છે લિવ ઇન રિલેશનશીપના કિસ્સા? કેરળ હાઇકોર્ટની કોમેન્ટ બાદ સર્વેમાં સામે આવી ચોંકાવનારી વિગતો

કેમ વધી રહ્યા છે લિવ ઇન રિલેશનશીપના કિસ્સા? કેરળ હાઇકોર્ટની કોમેન્ટ બાદ સર્વેમાં સામે આવી ચોંકાવનારી વિગતો

આજકાલ લિવ ઇન રિલેશનશિપનાં મામલા શાઆ માટે વધ્યા છે બાબતને લઈને કેરલ HCનાં અવલોકન પર સર્વે કરવામાં આવ્યો. જાણો વિગતવાર

કેરલ હાઇકોર્ટે ડિવોર્સનાં એક મામલામા સુનાવણી કરતાં કહ્યું હતું કે નવી પેઢી લગ્નને ખરાબ માને છે, આઝાદી માટે તેઓ લગ્નથી દૂર ભાગે છે. આ જ કારણ છે કે આજકાલ લવ ઇન રિલેશનશિપનાં મામલાઓ વધ્યા છે. આપણને યૂઝ એન્ડ થ્રોનાં કલ્ચરે નષ્ટ કરી દીધા છે. કોર્ટે કહ્યું કે આ સમાજ માટે ચિંતાનો વિષય છે.

હાઇકોર્ટની ટિપ્પણી

કેરલ હાઇકોર્ટે આગળ કહ્યું હતું કે નવી પેઢી જવાબદારીઓથી મુક્ત રહેવા માંગે છે. તેઓ વાઈફ શબ્દને હવે 'Worry Invited For Ever' સમજે છે, જ્યારે પહેલા આ 'Wise Investment for Ever'હતું. એટલા માટે લગ્ન કરવાને બદલે લિવ ઇન રિલેશનશિપમા રહેવાનું વધારે પસંદ કરે છે. આમાં કોઈ જવાબદારી ઉઠાવવી પડતી નથી અને જ્યારે મન થાય તેઓ સંબંધથી મુક્તિ મેળવી શકે છે.

48% લોકો કોર્ટનાં નિવેદનથી સહેમત

સિવોટર - ઈન્ડિયાટ્રેકરે આ જાણવા માટે આઈએએનએસ તરફથી એક રાષ્ટ્રવ્યાપી સર્વે કર્યો કે લોકો કોર્ટ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી વિશે શું વિચારે છે. સર્વેમા 48 ટકા લોકોએ કોર્ટનાં આ નિવેદનને સંપૂર્ણ સત્ય જણાવ્યું. આ સિવાય બાકી 24 ટકા લોકો આંશિક રૂપથી સહેમત થયા. આ ઉપરાંત, બીજા 24 ટકા લોકોએ પોતાનો ઓપિનિયન આપ્યો નથી.

53% પુરુષ અને 43% મહિલાઓ સહેમત

સર્વેના આંકડાઓ અનુસાર, પુરુષ અને મહિલાઓ બંને ઉત્તરદાતાનો સૌથી મોટો ભાગ કોર્ટનાં આ નિવેદનથી સહેમત હતો. સર્વે દરમિયાન, 53 ટકા પુરુષ અને 43 ટકા મહિલાઓએ ભારપૂર્વક કહ્યું કે કોર્ટે સત્ય જણાવી છે. જ્યારે 26 ટકા પુરુષો અને 31 ટકા મહિલાઓનો મત હતો કે તેઓ આંશિક રૂપથી કોર્ટ સાથે સહેમત છે.

18-54 વર્ષના 56 ટકા યુવાઓ કોર્ટ સાથે સહેમત

સર્વે દરમિયાન, યુવા અને વૃદ્ધોનાં વર્ગના 50 ટકાથી વધારે ઉત્તરદાતાઓએ કોર્ટની કહેવામાં આવેલી વાતો સાથે સંપૂર્ણ સહેમતી વ્યક્ત કરી છે. 18-24 વર્ષના 56 ટકા ઉત્તરદાતાઓ, 25-34 વર્ષના 51 ટકા અને 55થી વધારે વર્ષના 52 ટકા લોકોએ કહ્યું કે કોર્ટનું અવલોકન હાલના સમયમાં સમાજની વાસ્તવિકતા દર્શાવે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow