કેપ્સૂલમાં બે અલગ રંગ કેમ હોય છે? જાણો શું છે તેના પાછળનું કારણ

હવામાન બદલાતાની સાથે જ આપણું સ્વાસ્થ્ય બગડવા લાગે છે. આવી સ્થિતિમાં આપણે દવાઓ લેવાની ફરજ પડે છે. જ્યારે ઋતુ બદલાવાની સાથે સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ સામે આવવા લાગે છે ત્યારે વ્યક્તિએ ઈચ્છા વગર પણ દવાઓ લેવી પડે છે.

ક્યારેક સમસ્યા એટલી વધી જાય છે કે મોટી કેપ્સ્યુલ પણ ખાવી પડે છે. શું તમે ક્યારેય આ કેપ્સ્યુલ્સને ધ્યાનથી જોઈ છે? જો તમે ધ્યાન આપ્યું હશે તો તમે જોયું જ હશે કે આ કેપ્સ્યુલ્સ મોટાભાગે બે અલગ-અલગ રંગોમાં હોય છે જેમાં એક ભાગ મોટો અને એક ભાગ નાનો હોય છે.

પ્લાસ્ટિક જેવી કેમ હોય છે કેપ્સ્યુલ?
અમે કોટિંગ સાથેના કેપ્સ્યુલની વાત નથી કરી રહ્યા, પરંતુ પ્લાસ્ટિકના શેલ સાથેની કેપ્સ્યુલ વિશે વાત કરી રહ્યા છીએ. પ્લાસ્ટિક જેવા દેખાતા હોય તો તેનો અર્થ એ નથી કે આ કેપ્સ્યુલ્સ ખરેખર પ્લાસ્ટિક છે. આ શબ્દનો ઉપયોગ માત્ર સારી સમજૂતી માટે થાય છે.

જો કે લોકો દવાઓ ખાવાનું પસંદ કરતા નથી કારણ કે તે કડવી છે. પરંતુ આ બે રંગીન કેપ્સ્યુલનો કોઈ સ્વાદ નથી તેથી લોકો તેને સરળતાથી ગળી શકે છે. આજના સમાચારમાં અમે તમને જણાવીશું કે કેપ્સ્યુલ બે અલગ-અલગ રંગોની હોવા પાછળનું તર્ક શું છે?

કેપ્સ્યુલ બનાવવાની પ્રક્રિયા
તેની પાછળનું લોજીક સમજવા માટે આપણે પહેલા તેની ઉત્પાદન પ્રક્રિયાને સમજવી પડશે. તમે નોંધ્યું હશે કે કેપ્સ્યુલ્સ બે અલગ અલગ સાઈઝમાં આવે છે. ઉપરનો ભાગ વધારે મોટો હોય છે. આમાં કેપ્સ્યુલના મોટા ભાગમાં વધુ અને નાના ભાગમાં ઓછું કન્ટેન્ટ હોય છે.

આના પરથી સ્પષ્ટ થાય છે કે કેપ્સ્યુલનો નાનો ભાગ કેપ છે અને મોટો ભાગ કન્ટેનર છે. હવે જ્યારે કેપ્સ્યુલ સ્ટફ કરવામાં આવે છે. ત્યારે એક ભાગને મશીનમાં ખૂબ જ નાના છિદ્રો દ્વારા નાખવામાં આવે છે અને પછી તેમાં દવા નાખવામાં આવે છે.

બન્નેને ઓળખવું થશે મુશ્કેલ
દાવા ભર્યા પછી તેમાં એક કેપ મૂકવામાં આવે છે. હવે આ કામ હાથથી થતું નથી કારણ કે લાખોમાં કેપ્સ્યુલ બને છે. આવી સ્થિતિમાં જો બંને ભાગો એક જ રંગના બનેલા હોય, તો તેમને અલગ પાડવું ખૂબ મુશ્કેલ હશે. માત્ર સાઈઝના આધારે કયો ભાગ કન્ટેનર છે અને કયો કેપ છે તે એક જ સમયે નક્કી કરવું મુશ્કેલ બનશે.

આ જ કારણ છે કે કેપ્સ્યુલ્સ કાં તો બે અલગ-અલગ રંગોમાં તૈયાર કરવામાં આવે છે અથવા તો બે ભાગો વચ્ચે કંઈક એવો તફાવત રાખવામાં આવે છે. જેથી કન્ટેનર અને કેપ સરળતાથી ઓળખી શકાય. ઘણી કંપનીઓ તેમના કેપ્સ્યુલ્સ માટે એક જ રંગ પસંદ કરે છે.