આ દુલ્હનને લોકો કેમ કહી રહ્યા છે કળિયુગની મીરા?

આ દુલ્હનને લોકો કેમ કહી રહ્યા છે કળિયુગની મીરા?

છોટી કાશીનાં નામથી વિખ્યાત ગોવિંદની નગરી જયપુરમાં એક અજબ-ગજબનાં લગ્નનો કિસ્સો સામે આવ્યો છે. કળયુગમાં મીરાં બનેલી પૂજાસિંહે ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કર્યાં છે. પોલિટિકલ સાયન્સમાં MA કરેલ પૂજાસિંહે ગણેજપૂજાથી માંડીને પીઠી-મહેન્દી સુધીની તમામ રસ્મો સાથે ભગવાન સાથે ફેરા ફર્યાં છે.

પૂજાનાં ઘરમાં ગવાયા મંગળગીતો
જયપુરનાં ગોવિંદગઢનાં ગામ નરસિંહપુરામાં રહેતી પૂજાસિંહે ભગવાન વિષ્ણુ સાથે 8 ડિસેમ્બરનાં રોજ લગ્ન કર્યાં છે. આશરે 311 જાનૈયાઓ ભગવાનની જાન લઇ વાજતે- ગાજતે પૂજાનાં ઘરે પહોંચ્યાં હતાં.  પૂજાનાં ઘરમાં મંગળગીતો ગવાયા છે. એટલું જ નહીં પૂજાની મિત્રોએ દુલ્હનની જેમ પૂજાનો શૃંગાર કર્યો હતો.

પોતાની માંગમાં ભર્યું ચંદન
લગ્ન દરમિયાન ભગવાનનું શ્રૃંગાર કોઇનું પણ મન મોહી શકે છે. જો કે લગ્નમાં પરંપરા અનુસાર વર વધૂની માંગમાં સિંદૂર ભરે છે પરંતુ અહીં ભગવાન વિષ્ણુ દુલ્હા હતાં જેથી પૂજાએ પોતે જ પોતાની માંગમાં સિંદૂરની જગ્યાએ ચંદન લગાવ્યું અને છેલ્લે વિદાઇની રસ્મ થઇ.

11 હજારનું કન્યાદાન
દુલ્હનનાં પરિવાર તરફથી 11 હજાર રૂપિયાનું કન્યાદાન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ ઠાકોરજીને એક સિંહાસન અને વસ્ત્રો ભેટમાં આપવામાં આવ્યાં છે. 30 વર્ષીય પૂજાસિંહે જણાવ્યું કે તેમણે લગ્ન બાદ ભગવાન વિષ્ણુને જ પોતાના પતિ બનાવ્યાં છે. હવે તેમના નામે જ શ્રૃંગાર કરશે અને તેમના માટે જ શણગાર કરશે. છેલ્લા શ્વાસ સુધી હવે તે ભગવાનની ભક્તિમાં જ લીન રહેશે.

શ્રીકૃષ્ણરૂપ ઠાકોરજી માટે આસ્થા
આ વિવાહ પહેલાં પૂજાએ તુલસી વિવાહ જોયો હતો અને તે જ સમયે તેમના મનમાં શ્રીકૃષ્ણરૂપ ઠાકોરજીને લઇને આસ્થા વધી ગઇ હતી. આ બાદ ગોવિંદનાં દરબારમાં ઠાકોરજી સાથે વિવાહ કરવા માટેની ચર્ચા પંડિત સાથે કરી. છેલ્લે પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પિતા પ્રેમસિંહ નારાજ થઇ ગયાં હતાં. માતાનાં સમજાવ્યાં બાદ બધાં રાજી થયાં અને આ શુભમંગલ લગ્ન થયાં.

પૂજાની માતાએ કર્યું કન્યાદાન
પૂજાની આ ક્યારેય ન જોયેલાં લગ્નમાં તેમની માતા રતન કંવરે કન્યાદાન કર્યું હતું. માં રતન કંવરે જણાવ્યું કે ધૂમધામથી આ લગ્ન આયોજિત કરાયાં છે અને આ લગ્નથી તે ખુબ ખુશ છે. દિકરીનાં આ મોટા નિર્ણયનું માતા સન્માન કરે છે અને તમામ રીતિ-રિવાજો અનુસાર તેના લગ્ન કર્યાં છે જેમાં આશરે 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

પંડિત સાથે કરી હતી પૂજાએ ચર્ચા
દુલ્હન પૂજાસિંહે સૌથી પહેલા પંડિત રાકેશ શાસ્ત્રી સાથે આ બાબતની ચર્ચા કરી હતી. પંડિતજીએ જણાવ્યું કે પ્રાચીનકાળથી  વિષ્ણુ પ્રતિમા વિવાહનાં કિસ્સાઓ જોવા મળી રહ્યાં છે. સમય-સમય પર વર્ષોથી આ ચાલે છે અને જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી આ ચાલતું જ રહેશે. જો કોઇ ભગવાનને સમર્પિત થવા ઇચ્છે છે તો તે લગ્ન કરી શકે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow