અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરે કેમ સગાઈ તોડી નાખી હતી

અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરે કેમ સગાઈ તોડી નાખી હતી

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર તથા અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધો જગજાહેર છે. બંનેએ સગાઈના ચાર મહિના બાદ જ અલગ થવાનો નિર્ણય લીધો હતો. બંને અલગ કેમ થયા તે અંગે અનેક તર્ક વિતર્ક થયા હતા, પરંતુ સાચું કારણ આજ દિન સુધી સામે આવ્યું હતું. હવે પહેલી જ વાર ડિરેક્ટર સુનીલ દર્શને આ બંનેના સંબંધો અંગે વાત કરી હતી. સુનીલ દર્શને અક્ષય-પ્રિયંકાએ સાથે કામ કરવાનું કેમ બંધ કર્યું તે પણ જણાવ્યું હતું.

કેમ સગાઈ તોડી?
બોલિવૂડ હંગામાને આપેલા ઇન્ટરવ્યૂમાં સુનીલ દર્શને કહ્યું હતું કે બંનેએ સગાઈ કરી હતી અને લગ્ન કરવાના હતા. તેમણે સગાઈમાં હાજરી પણ આપી હતી. બબિતા કપૂરને કારણે તેઓ કપૂર સિસ્ટર્સ (કરિશ્મા-કરીના)ની ઘણાં જ નિકટ છે. અભિષેક તથા કરિશ્મા માટે 'હાં મૈંને ભી પ્યાર કિયા' સ્પેશિયલ મૂવી હતી. કરિશ્મા તથા અભિષેકે પહેલી ને છેલ્લીવાર આ એક જ મૂવીમાં સાથે કામ કર્યું છે. પછી તેમણે ક્યારેય કોઈ ફિલ્મ સાથે કરી નથી. આ ફિલ્મ સુનીલ દર્શને ડિરેક્ટ કરી હતી.

સુનીલ દર્શને આગળ કહ્યું હતું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમના ધ્યાનમાં એક બાબત આવી હતી. બંનેને જોઈને લાગતું હતું કે બંને એકબીજા માટે બન્યા નથી. સેટ પર બંને સતત ઝઘડતા રહેતા હતા. તેમને નવાઈ લાગતી કે આ બંને સાથે છે. અભિષેક ઘણો જ સ્વીટ છે અને કરિશ્મા પણ સારી છે. જોકે, કેટલાંકના નસીબમાં સાથે રહેવાનું લખાયેલું હોતું નથી. નોંધનીય છે કે કરિશ્મા તથા અભિષેકે 2002માં અમિતાભના 60મા જન્મદિવસ (11 ઓક્ટોબર)ના રોજ સગાઈ કરી હોવાની જાહેરાત કરી હતી. જોકે, સગાઈના ચાર મહિના બાદ જ બંને અલગ થઈ ગયા હતા.

કરિશ્માએ 2003માં દિલ્હીનીના બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. 2005માં તે દીકરી સમાયરા તથા 2010માં દીકરા કિઆનની માતા બની હતી. જોકે, 2016માં બંને અલગ થઈ ગયા હતા અને કોર્ટે બાળકોની કસ્ટડી કરિશ્માને આપી હતી. કરિશ્મા બંને બાળકો સાથે મુંબઈમાં રહે છે. અભિષેકે 2007માં પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા. 2011માં તે દીકરી આરાધ્યાનો પિતા બન્યો હતો.

પ્રિયંકા-અક્ષય વિશે શું કહ્યું?
સુનીલ દર્શને પ્રિયંકા તથા અક્ષય કુમાર કેમ સાથે કામ કરતા નથી તે અંગે પણ વાત કરી હતી. સુનીલ દર્શને કહ્યું હતું કે બંને સાથે કામ કરે તે સામે અક્ષયની પત્ની ટ્વિંકલ ખન્નાને વાંધો હતો. તેમણે 'બરસાત'માં પ્રિયંકા ચોપરા તથા અક્ષય કુમારને કાસ્ટ કર્યા હતા. ફિલ્મનું એક ગીત પણ શૂટ થઈ ગયું હતું. આ ગીતનું શૂટિંગ કરતા 11 કલાક લાગ્યા હતા. પછી પ્રિયંકા વર્લ્ડ ટૂર પર જતી રહી હતી. જોકે, પાછા ફર્યા બાદ બંનેએ કામ કરવાની ના પાડી દીધી હતી. સુનીલે કહ્યું હતું કે અક્ષયે ના પાડતા પછી બોબી દેઓલને લેવામાં આવ્યો હતો.

સુનીલ દર્શને વાતને આગળ વધારતા કહ્યું હતું કે અક્ષય તથા પ્રિયંકાની જોડી કમાલની છે. તેમની વચ્ચે કેમિસ્ટ્રી પણ સારી જોવા મળે છે. જોકે, ટ્વિંકલ ખન્નાને બંનેની નિકટતા સહેજેય પસંદ નહોતી. આ જ કારણે અક્ષય તથા પ્રિયંકાએ સાથે કામ કર્યું નથી. અક્ષય-પ્રિયંકાએ 2002-05 સુધી ઘણી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું, પરંતુ 2005 પછી બંને એક પણ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી. અક્ષયે વર્ષ 2001માં ટ્વિંકલ સાથે લગ્ન કર્યા હતા. બંનેને દીકરો આરવ તથા દીકરા નીતારા છે. પ્રિયંકાએ હોલિવૂડ સિંગર નિક જોનસ સાથે 2018માં લગ્ન કર્યા હતા. આ વર્ષે પ્રિયંકા સરોગસીની મદદથી દીકરીની માતા બની.

કોણ છે સુનીલ દર્શન?
સુનીલ દર્શનના પિતા દર્શન સભ્રવાલ બોલિવૂડના જાણીતા પ્રોડ્યૂસર હતા. સુનીલ દર્શન તથા ધર્મેશ દર્શન સગા ભાઈઓ છે. દર્શન સભ્રવાલે ફિલ્મમેકર મહેશ ભટ્ટની મોટી બહેન શીલા સાથે લગ્ન કર્યા છે. આ રીતે ભટ્ટ તથા દર્શન પરિવાર એકબીજાના સંબંધી થાય છે. સુનીલ દર્શન પ્રોડ્યૂસર, ડિરેક્ટર તથા રાઇટર છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow